Rajkot: કોવિડ ગાઇડલાઈનનું પાલન ન થતા પોલીસે સમુહ લગ્ન આયોજકની કરી અટકાયત, ભાજપના કાર્યક્રમોમાં કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન સામે આવેલા શણગાર હોલમાં આજે 12 અનાથ દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં લગભગ 400 જેટલા લોકો એકત્રિત થયા છે.

| Updated on: Jun 20, 2021 | 5:55 PM

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ (Police) સ્ટેશન સામે આવેલા શણગાર હોલમાં આજે 12 અનાથ દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં લગભગ 400 જેટલા લોકો એકત્રિત થયા છે. આ દરમિયાન લોકો ખુદ કોવિડ ગાઇડલાઇનનું (Corona Guidelines) ઉલ્લંઘન કરી કોરોનાને નિમંત્રણ આપતા નજરે પડતા પોલીસ દોડી આવી હતી અને આયોજક અને હોલ સંચાલકની અટકાયત કરી હતી.

પોલીસે લોકોને હોલમાંથી બહાર કાઢ્યા હતા. આ સમગ્ર કેસમાં પોલીસે 3 લોકો વિરૂદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે. તો સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ભાજપના નેતા અને ટોળા એકત્ર થાય તો પોલીસ મૌન રહીને બેસી રહે છે. ત્યારે 12 અનાથ દીકરીના સમૂહલગ્નમાં સુરી બનીને ત્રાટકે છે.

મહત્વપૂર્ણ છે કે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ ભાજપ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. જેમાં નેતાઓ અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. ત્યારે ભાજપ જમાવડો કરેતો તેની સામે કોઇ કાર્યવાહી નહીં અને 12 અનાથ દીકરીના સમૂહલગ્ન થાય તો પોલીસ તેની સામે કાર્યવાહી કરે છે. આ તે કેવો ન્યાય તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">