રાજકોટ : ન્યૂડ ડાન્સ, જુગારધામ બાદ ઇમ્પિરીયલ હોટેલ સામે વધુ એક તપાસ !

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હોટેલના રસોડામાં સફાઇનો અભાવ જોવા મળ્યો હતો.હોટેલમાં બેઝમેટમાં સફાઇ ન હતી.ડસ્ટબીન જે કવર રાખવા ફરજીયાત છે તે ખુલ્લા હતા.પ્રિપેર્ડ ફુડમાં એક્સપાઇયરી ડેટ લખવી ફરજીયાત છે તે પણ લખવામાં આવી ન હતી.

રાજકોટ : ન્યૂડ ડાન્સ, જુગારધામ બાદ ઇમ્પિરીયલ હોટેલ સામે વધુ એક તપાસ !
ઇમ્પિરીયલ હોટેલ-રાજકોટ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 25, 2021 | 5:37 PM

આરોગ્ય વિભાગની તપાસમાં ઇમ્પિરીયલ હોટેલમાંથી અખાધ જથ્થો મળી આવ્યો, હોટેલની સ્થિતિ પણ અનહાઇજેનિક જોવા મળી. ન્યૂડ ડાન્સનો વાયરલ વિડીયો અને ત્યારબાદ જુગારધામ જેવા વિવાદોથી ઘેરાયેલી ઇમ્પિરીયલ હોટેલ વધુ એક વખત વિવાદમાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન ડે વન વોર્ડ અંતર્ગત રાજકોટના યાગ્નિક રોડ પર ૩૦ જેટલા ખાધ પદાર્થ વેંચતા આસામીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇમ્પિરીયલ હોટેલમાં અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી. જેને જોતા આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી હતી.

પુરણપુરી-પીત્ઝા વાસી જોવા મળ્યા,સફાઇ પણ ન હતી.

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હોટેલના રસોડામાં સફાઇનો અભાવ જોવા મળ્યો હતો.હોટેલમાં બેઝમેટમાં સફાઇ ન હતી.ડસ્ટબીન જે કવર રાખવા ફરજીયાત છે તે ખુલ્લા હતા.પ્રિપેર્ડ ફુડમાં એક્સપાઇયરી ડેટ લખવી ફરજીયાત છે તે પણ લખવામાં આવી ન હતી.આ ઉપરાંત હોટેલમાં તૈયાર વાસી પૂરણપુરી અને પિત્ઝા બેઝ મળી આવ્યા હતા. જેનો ૩ કિલો જેટલો જથ્થો નાશ કર્યો હતો.જેને લઇને આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

અન્ય ૩૦ રેસ્ટોરન્ટમાં તપાસ

ઇમ્પિરીયર હોટેલની સાથે સાથે અન્ય ૩૦ જેટલા રેસ્ટોરન્ટ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટોમેટો રેસ્ટોરન્ટમાંથી ૩ કિલો વાસી ગ્રેવી,બોઇલ્ડ નુડલ્સ ૨ કિલો અને બોઇલ્ડ રાઇસ ૨ કિલો મળી આવ્યા હતા. જેનો આરોગ્ય વિભાગના ફુડ શાખાના અધિકારીઓ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

અગાઉ ન્યૂડ ડાન્સનો વાયરલ વિડીયો અને જુગારધામનો વિવાદ

ઇમ્પિરીયલ હોટેલ વિવાદોનું કેન્દ્ર બની ગયું છે.તાજેતરમાં બે ચર્ચાસ્પદ વિવાદો સામે આવ્યા હતા. જેમાં એક વિવાદ યુવતીના ન્યૂડ વિડીયોનો હતો.હોટેલના છઠ્ઠા માળે એક યુવતીનો ન્યૂડ વિડીયો વાયરલ થયો હતો જો કે તપાસ દરમિયાન વ્યક્તિગત બાબતનું કહીને તપાસ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.આ વિવાદ શાંત થયો ન હતો ત્યાં હોટેલના છઠ્ઠા માળે જુગારધામ પકડાયું હતું જેમાં ૧૦ જુગારીઓ પકડાયા હતા. હવે જોવું રહ્યું કે આ કેસમાં નવું શું ખુલે છે.

આ પણ વાંચો : જેવર એરપોર્ટથી દિલ્હી-NCR ના કરોડો લોકોને થશે ફાયદો, લોજિસ્ટિક્સના દૃષ્ટિકોણથી દેશનું પ્રવેશદ્વાર બનાવવામાં આવશે: પીએમ મોદી

આ પણ વાંચો : Ahmedabad :હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ માટે રાહતના સમાચાર, સામાન્ય કાપો મુકીને કરી શકાશે હાર્ટની ગંભીર સર્જરી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">