AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot News : PM મોદીએ લખેલ ગરબો પર રાજકોટમાં સ્થપાશે વર્લ્ડ રેકોર્ડ, રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરદ પૂનમના દિવસે એક લાખ લોકો એક સાથે કરશે ગરબા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા 'માડી' નામનો એક માતાજીની આરાધના માટે ગરબો લખ્યો હતો. જેને આ નવરાત્રિ પહેલા સિંગર ધ્વનિ ભાનુશાળીના અવાજમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં તનિષ્ક બાગચીએ સંગીત આપ્યું હતું. જોકે હવે આ ગરબા પર રાજકોટ વાસીઓ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. શરદ પૂનમના દિવસે એક લાખ લોકો એક સાથે ગરબા કરશે. 

Rajkot News : PM મોદીએ લખેલ ગરબો પર રાજકોટમાં સ્થપાશે વર્લ્ડ રેકોર્ડ, રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરદ પૂનમના દિવસે એક લાખ લોકો એક સાથે કરશે ગરબા 
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 25, 2023 | 9:13 PM
Share

PM મોદીએ લખેલા ગરબા પર રાજકોટમાં હવે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાત સામે આવી છે. PM મોદીએ લખેલા અને ખાસ કરીને ધ્વનિ ભાનુશાળીના અવાજમાં લોન્ચ થયેલા આ ગરબાના PM મોદીએ પણ ખૂબ વખાણ કર્યા હતા અને કલાકારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

હવે આ ગરબા પર રાજકોટમાં એક વર્લ્ડ રેકોર્ડ સ્થપાવા જઈ રહ્યું છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરદ પૂનમના દિવસે એક લાખ લોકો PM મોદીએ લખેલા માડી ગરબા પર ગરબે રમશે. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે.

શહેર ભાજપ, શાળા સંચાલક મંડળ અને ઈનક્રેડીબલ ગ્રુપ દ્વારા આયોજન

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાનીમાં શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇન્ક્રેડીબલ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી દ્વારા લિખિત માડી ગરબો શરદ પૂનમના પવિત્ર દિવસે માતાજીની આરાધના સ્વરૂપે ઘર ઘર સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સે નો ટુ ડ્રગ્સ’ના સૂત્ર સાથે કાર્યક્રમનું આયોજન

યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ રાજ્ય અને દેશભરમાં ભરડો લઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો હજાર રહેવાના હોય આ કાર્યક્રમમાં હાજર વિદ્યાથીઓ, યુવાનો અને શહેરીજનોને ડ્રગ્સથી દૂર રહેવાનો સંકલ્પ કરાવવામાં આવશે.

CR પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા અને રાજકોટના તમામ ધારાસભ્યો, સાંસદ મોહન કુંડારિયા અને રામભાઈ મોકરિયા અને રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

ગાયક પાર્થિવ ગોહિલ યુવાઓને ડોલાવશે

આ વર્લ્ડ રેકૉર્ડમાં પ્રખ્યાત ગાયક અને ગરબા સ્પેશિયાલિસ્ટ પાર્થિવ ગોહિલના અવાજમાં તેમની સાથે ગાયક કલાકારોની ટીમ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આપનાર સાજીંદાઓ માડી ગરબા પર રાજકોટના યુવાઓને ડોલાવશે.

સુરક્ષા માટે તમામ વ્યવસ્થા અને આકર્ષણ માટે સેલ્ફી પોઇન્ટસ્ રખાશે

આટલા મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય જેને લઇને સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્થળ પર ૩૦ જેટલી મેડિકલ ટીમો અને 10 જેટલી એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. જેથી કોઈ મેડિકલ ઇમરજન્સીમાં ત્વરિત સ્થળ પર જ સારવાર મળી રહેશે અને મોટી ઇમરજન્સીમાં તાત્કાલિક વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી શકાશે. આ ઉપરાંત યુવાનોના આકર્ષણ માટે 20 જેટલા આકર્ષક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot Video: ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની આવક, ભાવ વધારવા ખેડૂતોએ કરી માગ

ભવ્ય આકર્ષક સ્ટેજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે યુવાઓને ગરબે રમવાની મજા પડી જશે

આ કાર્યક્રમમાં આકર્ષક અને કલાત્મક સ્ટેજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે યુવાઓને ગરબે રમવાની મજ્જા પડી જશે. એક લાખથી વધુ યુવાનો એક સાથે ગરબે રમે તેવી આ પેલી તક છે,આ ઉપરાંત આ કાર્યક્રમમાં 500થી વધુ સ્વયં સેવકો પણ વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">