રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીના તળિયા ઝાટક, તિજોરી ભરવા હવે મિલકતોની હરાજી કરશે

નાણાની કટોકટીનો સામનો કરી રહેલી રાજકોટ મનપાએ જપ્ત મિલકતની હરાજી દ્વારા તિજોરી ભરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. મનપાએ તબક્કાવાર 500થી વધુ વેરો બાકી હોય તેવી મિલકતો જપ્ત કરી છે. જેની હરાજી કરીને 100 કરોડ રૂપિયા એકઠાં કરવાનો લક્ષ્યાંક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 12:33 PM

રાજકોટ મહાનગરપાલિકાની (Rajkot Municipal Corporation) તિજોરી હવે ખાલી થઇ ગઇ છે. વિકાસના અનેક કામો રુપિયા ન હોવાને કારણે અટવાઇ પડ્યા છે. ત્યારે હવે ખાલી તિજોરીને ભરવા માટે મહાનગરપાલિકા મિલકતોની હરાજી (Auction of properties) કરશે. રાજકોટ (Rajkot) શહેરની 500થી વધારે મિલકતોની તબક્કાવાર હરાજી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં મિલકતોની હરરાજી કરીને 100 કરોડ જેટલી રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.

રાજકોટ મનપા આર્થિક સદ્ધરતા માટે રૂપિયા 200 કરોડની લોન લેશે. રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી તળીયા ઝાટક થઇ ગઇ છે અને વિકાસના અનેક કામો અટવાઇ પડ્યા છે. ત્યારે આર્થિક પાયમાલીનો સામનો કરી રહેલી મનપા આર્થિક સદ્ધરતા માટે 60 કરોડની ડિપોઝિટ મુકી 200 કરોડની લોન લેશે આપને જણાવી દઇએ કે રાજકોટ મનપાની આવક 1050 કરોડ છે. જોકે તેની સામે રૂપિયા 1200 કરોડનો ખર્ચ થતા મનપાની આર્થિક સ્થિતિ લથડી પડી છે. જોકે મેયર પ્રદિપ ડવે દાવો કર્યો છે કે લોનનું ભારણ પ્રજા પર નહીં પડે.

નાણાની કટોકટીનો સામનો કરી રહેલી રાજકોટ મનપાએ જપ્ત મિલકતની હરાજી દ્વારા તિજોરી ભરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. મનપાએ તબક્કાવાર 500થી વધુ વેરો બાકી હોય તેવી મિલકતો જપ્ત કરી છે. જેની હરાજી કરીને 100 કરોડ રૂપિયા એકઠાં કરવાનો લક્ષ્યાંક છે. એપ્રિલ મહિનામાં 180 મિલકતોની હરાજી કરાશે અને 46 કરોડની આવક થશે. મહત્વનું છે કે 1 લાખથી વધુ બાકી વેરા વાળી મિલકતોને સીલ કરાય છે.

આ પણ વાંચો-

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ 25 માર્ચ લેશે જામનગરની મુલાકાત, ભારતીય નૌસેના જહાજ વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરશે

આ પણ વાંચો-

વિશ્વ હવામાન દિવસ: ગુજરાત ભારતનું પ્રથમ એવુ રાજ્ય જેણે ‘ક્લાઇમેટ ચેન્જ’ નામનું ડીપાર્ટમેન્ટ શરૂ કર્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">