Rajkot : કોરોના બાદ મ્યુકોમાઈકોસિસએ ભરડો લીધો, વધુ 30 કેસ નોંધાયા

કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. દરરોજ મ્યુકોમાઈકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 01, 2021 | 12:57 PM

Rajkot : કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. દરરોજ મ્યુકોમાઈકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મ્યુકોમાઈકોસિસકેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના મહામારી બાદ હવે બ્લેક ફંગસનો ફંદો ચિંતાનું કારણ બન્યું છે.

રાજકોટના મ્યુકોમાઈકોસિસના વધુ 30 કેસ નોંધાયા છે. રાજકોટમાં 1000 થી વધુ દર્દી મ્યુકોમાઈકોસિસના સારવાર હેઠળ છે. તો રાજકોટ સિવિલમાં 650 થી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલમાં મ્યુકોમાઈકોસિસના 300 થી વધુ દર્દી ઓપરેશની રાહ જોઈ રહયા છે. રાજકોટમાં રોજ 10 જેટલા ઓપરેશન કરવામાં આવે છે.

બીજી તરફ મ્યુકોમાઈકોસિસને લઈ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે. આ બાબતે રાજ્ય સરકાર એ હાઇકોર્ટે નોટિસ ફટકારી છે.

સરકારે મ્યૂકરમાઈકોસિસથી બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.

કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી જરૂર જણાય તો જ સ્ટિરોઈડનો ઉપયોગ કરવો. સ્ટિરોઈડનો ઉપયોગ પણ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ કરવો. કોરોનાનો દર્દી ઓક્સિજન ઉપર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો.

કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ. આ બિમારી ઝાયગોમાઈકોસિસના નામે પણ ઓળખાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">