અનોખો વિરોધ : કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકોને 4 લાખ રૂપિયાની સહાયની માંગ સાથે મુંડન કરાવ્યું

કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકોને રાજ્ય સરકાર 50 હજાર રૂપિયા સહાય આપે છે. પરંતુ મોંઘવારી, ભણતરના ખર્ચાને જોતા 50 હજારની સહાય અપૂરતી છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Sep 25, 2021 | 5:30 PM

RAJKOT : દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકોને 4 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ.આ માંગ સાથે રાજકોટના એક સેવાભાવી વ્યક્તિએ મુંડન કરાવીને અનોખો વિરોધ કર્યો છે. કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકોને રાજ્ય સરકાર 50 હજાર રૂપિયા સહાય આપે છે. પરંતુ મોંઘવારી, ભણતરના ખર્ચાને જોતા 50 હજારની સહાય અપૂરતી છે.જેથી ઘરનો મોભી ગુમાવનાર પરિવારને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વધુ સહાય આપવાની માગણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા વાલીઓના બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના જાહેર કરવામાં આવી છે. ગત 2 ઓક્ટોબરે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર દ્વારા કોરોના કાળમાં વાલી ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત (Mukhyamantri Bal Seva Yojana) સહાયનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે રાજ્યના જિલ્લા કલેક્ટર્સ પાસેથી આવા બાળકોની વિગતો મગાવી હતી અને 2 ઓગસ્ટને સંવેદના દિવસ તરીકેની ઉજવણીમાં બાળકોના વાલીના ખાતામાં સરકાર સહાયનો પ્રથમ હપ્તો જમા કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વાલી ગુમાવનાર બાળકને માસિક રૂપિયા 4 હજાર ચૂકવવાની યોજના છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 29 મે 2021ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય (Mukhyamantri Bal Seva Yojana)ની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યની ટીબી મુકત ગુજરાત તરફ આગેકુચ, 23 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ બ્રેક 1717 ટીબીના દર્દીઓ શોધાયા

આ પણ વાંચો : GUJARAT : અમેરિકા અને કેનેડામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલા વિદ્યાર્થીઓ વિદેશ જશે ?

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati