RAJKOT : આ રીતે દર્દીઓને સારવાર આપવામાં આવે તો દર્દીઓને સ્વસ્થ થતા સમય નહિ લાગે

RAJKOT : કોરોનાના વધતા સંક્રમણને કારણે લોકોમાં ડર વ્યાપી ગયો છે ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સારવાર સાથે સાધના કરવામાં આવી રહી છે.

  • Tv9 Webdesk18
  • Published On - 16:39 PM, 14 Apr 2021
RAJKOT : આ રીતે દર્દીઓને સારવાર આપવામાં આવે તો દર્દીઓને સ્વસ્થ થતા સમય નહિ લાગે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

RAJKOT : કોરોનાના વધતા સંક્રમણને કારણે લોકોમાં ડર વ્યાપી ગયો છે ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સારવાર સાથે સાધના કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટર ખાતે શરૂ કરવામાં આવ્યું છે જેમાં 40 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.આ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સારવાર સાથે પોઝિટિવ ઉર્જા આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા કોરોનાના દર્દીઓને સંગીત થેરાપી,આધ્યાતમિક સંદેશો તથા મનોચિકીત્સા વિભાગ દ્રારા લેક્ચર આપવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત કલાકારો દ્રારા સંગીતના સૂર પણ પૂરવામાં આવી રહ્યા છે.

આ સાધનાથી દર્દી માનસિક રીતે સ્વસ્થ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના કહેવા પ્રમાણે આ પ્રકારની થેરાપીને કારણે દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ થાય છે જેના કારણે દર્દીઓની તબિયત જલદી સારી થાય છે.

વધુ કોવિડ સેન્ટર શરૂ કરાશે

હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા ઓછા લક્ષણવાળા 40 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં વધારે બેડ ઉભા કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે.

રાજકોટ શહેરમાં કોરોનાની વકરતી સ્થિતિ

રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે શહેરમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં બેડ વધારવાની ફરજ પડી છે. પરંતુ શહેરમાં 35 ખાનગી હોસ્પિટલમાં 1303 બેડ ઉપલબ્ધ છે અને આ તમામ હોસ્પિટલ હાઉસફૂલ છે. આ ઉપરાંત રાજકોટ સિવિલમાં દાખલ થવા એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગી છે. જેમાં 3થી 4 કલાકનું વેઇટિંગ છે. ધોરાજી સિવિલમાં 1 તો જસદણ સિવિલમાં માત્ર 3 બેડ જ ખાલી છે.

સ્ટાફની અછતને કારણે મૃતદેહ હોસ્પિટલમાં પડ્યા રહે છે
કોરોનાની સ્થિતિને જોતા સરકારે સુચન કર્યુ છે કે, જ્યાં પણ શક્ય હોય ત્યાં કોરોનાના દર્દીઓ માટે બેડની સંખ્યા વધારો. સાથેસાથે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની જે ઘટ છે તે નિવારો. ગુજરાતમાં રેલવે વિભાગે મોટા સ્ટેશનોએ કોરોનાના દર્દીઓ માટે અલયાદી વ્યવસ્થા કરી છે. તેનો ઉપયોગ દર્દીના હિતમાં કરવા પણ જણાવ્યુ છે. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાએ મોતનું તાંડવ મચાવી દેતાં મોટી સંખ્યામાં દર્દીઓ મોતને ભેટી જતાં મૃતદેહના નિકાલની નવી સમસ્યા હોસ્પિટલ તંત્ર સામે આવી પડી છે. પરિસ્થિતિ એવી છે કે અત્યારે હોસ્પિટલમાં મૃતદેહોનો ભરાવો થઈ ગયો છે.