રાજકોટમાં જિલ્લામાં 78 ટકા રસીકરણ,આ કારણથી વિંછીયા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ

રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝનું રસીકરણ 78 ટકા સુધી થઇ ગયું

રાજકોટમાં જિલ્લામાં 78 ટકા રસીકરણ,આ કારણથી વિંછીયા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ
Rajkot has 78 per cent vaccination in the district, which is why Vinchia taluka has the lowest vaccination

રાજકોટ જિલ્લામાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝનું રસીકરણ 78 ટકા સુધી થઇ ગયું.જિલ્લામાં સૌથી વધારે રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે જેથી ટકાવારી 95 ટકા છે.જ્યારે સૌથી ઓછું રસીકરણ વિંછીયા તાલુકામાં છે જેની ટકાવારી 65 ટકા છે.વિંછીયા તાલુકામાં ઓછું રસીકરણ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

આજે પણ લોકોમાં અંધશ્રધ્ધા વહેમ અને ગેરમાન્યતા-ડીડીઓ

વિછીંયા તાલુકામાં રસીકરણની ઓછી ટકાવારી અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતુ કે વિછીંયા તાલુકો શૈક્ષણિક પછાત છે અને આજે પણ અહીં અગ્નાતના કારણે અંધશ્રધ્ધા,વહેમ અને ગેરમાન્યતાઓને કારણે રસી લેતા નથી.જો કે ડીડીઓએ કહ્યું હતુ કે શરૂઆતના તબક્કામાં આ વિસ્તારમાં માત્ર 20 ટકા જ રસીકરણ હતું પરંતુ લોકોમાં ધીરેધીરે જાગૃતિ આવતા હવે 65 ટકા સુધી પહોંચ્યું છે,તબક્કાવાર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને વિંછીયા તાલુકામાં પણ 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવશે..

લોધિકા તાલુકામાં સૌથી વધારે રસીકરણ

એક તરફ વિંછીયા તાલુુકામાં સૌથી ઓછું રસીકરણ થયું છે જ્યારે જિલ્લામાં સૌથી વધારે રસીકરણ લોધિકા તાલુકામાં થયું છે.લોધિકામાં સરેરાશ 95 ટકા રસીકરણ થયું છે.સાથે સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા પરપ્રાંતિય મજુરોને પણ રસી આપવામાં આવી છે.લોધિકા તાલુકો શહેરથી નજીક આવેલો છે જેથી લોકોમાં રસીકરણને લઇને જાગ્રુતતા હોવાથી રસીકરણ પુરજોશમાં થઇ રહ્યું છે.

લોકોમાં જાગૃતતા લાવવા મહાદેવ મંદિરે રસીકરણ!
આ તરફ રાજકોટ શહેરના આરોગ્ય વિભાગ દ્રારા લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે પંચનાથ મહાદેવ મંદિરે રસીકરણ બુથ રાખવામાં આવ્યું હતું.આજે શ્રાવણ માસની અમાસ છે અને આજના દિવસે મોટી સંખ્યામાં લોકો મહાદેવના મંદિરે આવતા હોય છે ત્યારે રાજકોટ મનપા દ્રારા મહાદેવ મંદિરે જ રસીકરણ બુથ રાખવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો : Aadhar અંગે રસપ્રદ માહિતી સામે આવી , ઓગસ્ટ મહિનામાં 146 કરોડ વખત થયું આધાર વેરિફિકેશન, અર્થતંત્રમાં રિકવરીના સંકેત !

આ પણ વાંચો : Vadodara : પાદરામાં આધુનિક R&D સેન્ટરનું લોકાર્પણ, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલી હબ-કેપિટલ બન્યુ છે : CM

Click on your DTH Provider to Add TV9 Gujarati