મોંઘવારીનો માર વેઠી રહેલા મધ્યમ વર્ગ માટે ચૂંટણી બાદ તુરંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને તેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત અનુભવાશે અને ઘરના બજેટમાં પણ મધ્યમ વર્ગને ફાયદો થશે. બજારમાં નવા પાકની આવક થતાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ખાદ્યતેલમાં સિંગતેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ અને સોયાબીન તેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલમાં 80 રૂપિયાનો ઘટાડો થયો છે. જે સિંગતેલનો ડબ્બો 2800 રૂપિયામાં મળતો હતો તે બજારમાં 2720 રૂપિયામાં મળશે.
તો કપાસિયા તેલમાં પણ ડબ્બાએ 150 રૂપિયાનો ઘટાડો થયો છે. કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2350થી ઘટી 2200 રૂપિયા થયો. જ્યારે સનફ્લાવર તેલમાં 270 અને સોયાબીન તેલમાં 80 રૂપિયા ઘટ્યા છે. વેપારીઓનું કહેવું છે કે હજી પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઇ શકે છે. તેલના ભાવ ઘટતા જ ગૃહિણીઓએ બારે માસના તેલના સંગ્રહ માટેનું પ્લાનિંગ પણ કરી લીધું હતું. ગૃહિણીઓએ જણાવ્યું હતું કે તેલના ભાવમાં ઘટાડો નોંધાતા તેમના ઘર ખર્ચના બજેટમાં પણ મોટો ફેરફાર થતો હોય છે આથી આ રીતના ભાવ ઘટાડાને પગલે તેઓ બારે માસનું તેલ ભરી લે તો ઘરખર્ચમાં મોટો ફાયદો થતો હોય છે.
1 ડબ્બાનો (15 લિટર) તેલના જૂના અને નવા બજાર ભાવ