Rajkot : સિંચાઇનું પાણી આપો, ખેડૂતોને વીજળી આપો નહિ તો પાક નહિ બચે, કિસાન સંઘની રજૂઆત

કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ tv9 સાથેની વાતચીતમાં કહ્યું કે હાલમાં સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું મબલખ વાવેતર થયું છે. તેવા સમયે જો એક સપ્તાહમાં વરસાદ ન આવ્યો તો ખેડૂતોના મોલ બળી જશે.

Rajkot : સિંચાઇનું પાણી આપો, ખેડૂતોને વીજળી આપો નહિ તો પાક નહિ બચે, કિસાન સંઘની રજૂઆત
ફાઇલ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 05, 2021 | 1:27 PM

Rajkot : રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસની વાવણી કરીને મુર્હૂત તો સચવાયું ગયું. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર પાસે જે વિસ્તારોમાં સૌની યોજના છે, નહેર છે ત્યાં પાણી છોડવાની માંગ કરી છે. જ્યારે બોરવેલ-કૂવામાંથી પાણી મળી રહે તે માટે 8 કલાકના બદલે વધારાની બે કલાક વીજળીની માંગ કરી છે.

કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ tv9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું મબલખ વાવેતર થયું છે તેવા સમયે જો એક સપ્તાહમાં વરસાદ ન આવ્યો તો ખેડૂતોના મોલ બળી જશે. જેના કારણે મોંઘા બિયારણ,ખાતરનો ખર્ચ કરનાર ખેડૂતને આર્થિક ફટકો પણ લાગશે. અને ચોમાસું પાકની સિઝન પણ બગડશે. ત્યારે ખેડૂતોને ઉગારવા માટે સિંચાઇનું પાણી છોડવાની માંગ કરી છે.સાથે સાથે જે વિસ્તારમાં હજુ પણ પાણી છે. ત્યાં વધારાની બે કલાક વીજળી આપવાની માંગ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં 20 લાખ હેક્ટરમાં વાવેતર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 20 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.જેમાં સૌથી વધારે મગફળી અને કપાસનું વાવેતર છે. મગફળીનું 9.16 લાખ હેક્ટરમાં વાવેતર છે. જ્યારે કપાસનું 8.98 હેક્ટરમાં વાવેતર થયું છે.જો કે હજુ સુધી જુનાગઢ જિલ્લાના માણાવદર અને વંથલીમાં વાવણીલાયક વરસાદ ન હોવાથી ખૂબ જ ઓછું વાવેતર થયું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જિલ્લા પ્રમાણે થયેલું વાવેતર રાજકોટ 2.46 લાખ હેક્ટર સુરેન્દ્રનગર 1.78 લાખ હેક્ટર જામનગર 1.90 લાખ હેક્ટર પોરબંદર 47 હજાર હેક્ટર જુનાગઢ 1.37 લાખ હેક્ટર અમરેલી 3.99 લાખ હેક્ટર ભાવનગર 2.69 લાખ હેક્ટર મોરબી 1.65 લાખ હેક્ટર બોટાદ 1.36 લાખ હેક્ટર ગીરસોમનાથ 46 હજાર હેક્ટર દેવભૂમિ દ્વારિકા 1.37 લાખ હેક્ટરમાં વાવેતર પૂરૂ થયું છે.

જોકે હવે વરસાદ ખેંચાતા પાક સૂકાવાનો ભય ઉભો થયો છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ પણ એક સપ્તાહ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી ખેડૂતોના જીવ તારવે ચોંટી ગયા છે.

ખેડૂત નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હવે જો એક સપ્તાહમાં વરસાદ ન આવે તો મુશ્કેલી વધી શકે છે અને કપાસને નુકસાન પહોંચી શકે છે.એટલું જ નહિ હવે મોડી વાવણી કરવી ખેડૂતોને પોસાય તેમ નથી. ત્યારે જો વરસાદ ખેંચાય તો સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ વિભાગ દ્રારા પાણી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે જો સિંચાઇનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂતોને ઉગારી શકાય છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">