Rajkot : વિદેશી બાળકો હવે રંગીલા રાજકોટના રમકડાંથી રમશે, રાજકોટ રમકડાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે

Rajkot :  કોરોના (Corona) મહામારીમાં LOC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક ભારતીય અધિકારી સહિત 20 જવાનો શહીદ થયા હતા.  આ સમગ્ર ઘટના બાદ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે  દેશમાં રમકડાં માર્કેટ (Toy Market) માં રાજકોટની ટોય (Toy) ઇન્ડસ્ટ્રીઝ ક્રાંતિ લાવશે.

Rajkot : વિદેશી બાળકો હવે રંગીલા રાજકોટના રમકડાંથી રમશે, રાજકોટ રમકડાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે
Rajkot Foreign children will now play with colorful Rajkot toys Rajkot will become self-sufficient in toy production
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 19, 2021 | 1:39 PM

Rajkot :  કોરોના (Corona) મહામારીમાં LOC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક ભારતીય અધિકારી સહિત 20 જવાનો શહીદ થયા હતા.  આ સમગ્ર ઘટના બાદ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે  દેશમાં રમકડાં માર્કેટ (Toy Market)માં રાજકોટની ટોય (Toys) ઇન્ડસ્ટ્રીઝ ક્રાંતિ લાવશે.

કોરોના કાળથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારવા માટેની હાકલ કરી હતી. ભારત અને ચીનના સૌનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ દેશમાં ચીનની વસ્તુઓનો બાયકોટ કરવાનું અભિયાન શરું થયું હતુ.

નાના બાળકોને રમકાડા (Toy)ખુબ પ્રિય હોય છે. આમ તો નાના બાળકોના જન્મની સાથે પરિવાર ઘરને રમકડાંથી ભરી દે છે.પહેલા ચીન (China)માં રમકડાં (Toy)નું ઉત્પાદન સૌથી વધુ થતું હતું ત્યારે હવે રંગીલું રાજકોટ (Rajkot)પણ રમકડાં બનાવવામાં માહિર થયુ છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

રાજકોટ અત્યારસુધી ઓટો મોબાઈલનું હબ ગણાતું હતુ, પરંતુ હવે રાજકોટ(rajkot) રમકડાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું છે. રાજકોટના ઉદ્યોગકારો પણ ચાઈનીઝ રમકડાંને ટક્કર આપે તેવા રમકડાં તૈયાર કરવાની શરુઆત કરી છે.  રાજકોટની અદિતિ ટોયઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેકટરોએ સરકારની વિવિધ યોજના-સહાયની સાથે તેમના સાહસથી ટોયઝ ઇન્ડસ્ટ્રી (Toys Industry)માં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.જેનાથી 200 કર્મચારીઓ સહિત 700 મહિલાઓને પણ રોજગારી મળી રહે છે.

ભારતમાં 12 હજાર કરોડના રમકડાના માર્કેટને ધ્યાને લઈને 2014 માં રમકડાં (Toy) બનવવાની સાથે ફેક્ટરી શરુ કરી હતી.આટલું જ નહિ આ રમકડાં પણ દેશ-વિદેશમાં જઈ રહ્યા છે.ભારત ઉપરાંત આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના અનેક દેશમાં રમકડાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મનકી બાતમાં કહ્યું હતુ કે, આપણા દેશમાં સ્થાનિક રમકડાંઓની સમુદ્ધિ અને પરંપરાઓ રહી છે, કેટલીક પ્રતિભાશાલી અને કુશલ કારીગર છે, જે સારા રમકડાં બનાવવામાં માહિર છે. તેમણે રમકડાની ચર્ચા કરતા કહ્યું કે,ગુરુદેવ રવીન્દ્ર નાથ ટાગૌરની ચર્ચા કરી હતી કે, રમકડાં એવા હોવા જોઈએ જે બાળકોના બાળપણ ને બહાર લાવે.

મુ્ખ્યપ્રધાન વિજય રુપાણી (Chief Minister Vijay Rupani)એ થોડા સમય પહેલા પૂર્વે રાજકોટ (rajkot)ખાતે ટોયઝ પાર્ક બને તે માટે પ્રતિદ્ધતા દર્શાવી હતી. જેના ભાગરુપે રાજકોટ, અમદાવાદ અને વડોદરા ખાતે એક ડિમાન્ડ સર્વ જી.આઈ.ડી.સી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">