Rajkot: ઘોર કળિયુગ, પિતાએ પુત્રી પર દુષ્કર્ચ આચરીને બનાવી ગર્ભવતી, આ ચકચારી ઘટનામાં રાજકોટના કોઈ વકીલ નહીં લડે દુષ્કર્મી પિતાનો કેસ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Manasi Upadhyay

Updated on: Oct 09, 2022 | 12:58 PM

દીકરીએ જ્યારે ખુલાસો કર્યો કે તેને તેના પિતાએ જ ગર્ભવતી બનાવી છે ત્યારે આ જાણીને યુવતીની માતાને આઘાત લાગ્યો હતો. યુવતી હાલમાં 18 વર્ષની થઇ છે અને તેનો કહેવાતો નરાધમ પિતા  દીકરી 11  વર્ષની હતી ત્યારથી તેના પર આવો અત્યાચાર કરતો  હતો.

Rajkot: ઘોર કળિયુગ, પિતાએ પુત્રી પર દુષ્કર્ચ આચરીને બનાવી ગર્ભવતી, આ ચકચારી ઘટનામાં રાજકોટના કોઈ વકીલ નહીં લડે દુષ્કર્મી પિતાનો કેસ

રાજકોટમાં  (Rajkot) પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જે પુત્રી પિતા માટે વ્હાલનો દરિયો હોય તેની સાથે જ કુકર્મ  (Rape) આચરતા નરાધમ પિતા અંગે લોકોને જાણ થતા આ નરાધમ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે તેમજ લોકોમાં ત્યાં સુધી રોષ ફેલાયો છે કે રાજકોટના વકીલોએ  (lawyer) આ નરાધમ પિતાનો કેસ લડવાનો જ નનૈયો ભણી દીધો છે. રાજકોટ શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાંથી આ ઘટના સામે આવતા  લોકો દુષ્કર્મી પિતા સામે  રોષે ભરાયા છે. જેના ખોળામાં બેસીને દીકરી સૌથી સુરક્ષિત અનુભવ કરે અને  જેના ખભે માથું મૂકીને દીકરી નચિંત થઈ જતી હોય  તેવો પિતા સાથેનો સ્નેહાળ અને વ્હાલભર્યો સંબધ  રાજકોટમાં લજવાયો છે. પોલીસે આ નરાધમને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

 જાણો શું છે સમગ્ર ઘટના

પંચનાથ પ્લોટમાં રહેતી  યુવતીને  અચાનક બ્લિડિગ શરૂ થયું હતું.  બ્લિડિંગની ફરિયાદ થતા  યુવતીને તેની માતા  ગાયનેક તપાસ માટે લઈ ગઈ હતી ત્યારે  ડોક્ટરે તપાસ  કરતા ખબર પડી કે યુવતીનો પેટમાં  દોઢ  માસનો ગર્ભ છે. આ સાંભળીને માાતાના  પગ નીચેથી  જમીન ખસી ગઈ હતી અને માતાએ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે દીકરીને કોઈ સાથે પ્રેમ સંબધ છે કે નહીં અને તે  આ સંબંધમાં ગર્ભવતી થઈ છે જોકે દીકરીએ જ્યારે ખુલાસો કર્યો કે  તેને તેના પિતાએ જ ગર્ભવતી બનાવી છે ત્યારે આ જાણીને  યુવતીની માતાને આઘાત લાગ્યો હતો.  યુવતી હાલમાં  18 વર્ષની થઇ  છે અને તેનો કહેવાતો નરાધમ પિતા  દીકરી 11  વર્ષની હતી ત્યારથી  આ  તેના પર આવો અત્યાચાર કરતો  હતો.

યુવતીએ પોલીસ સામે પોતાની આટલા વર્ષોની  વ્યથા ઠાલવતા  કહ્યું હતું કે  તે માતા પિતા અને બે ભાઈઓ સાથે રહે છે તેના પિતા રીક્ષા ચાલક છે  અને તેનો પિતા પહેલેથી તેની  પર શારિરીક અત્યાચાર ગુજારતો હતો.  પિતા તેને રમાડવાને બહાને શરીર પર અલગ અલગ જગ્યાએ સ્પર્શતો  હતો ,  ત્યારે એમ થતું હતું એક પિતા  દીકરીને જેમ વ્હાલ કરે તેમ વ્હાલ કરી રહ્યા છે  તે નાની હતી ત્યારે તેને આ બધી  ખબર પડતી નહોતી,  પરંતુ   સમય જતા પિતાનો  કેટલોક સ્પર્શ તેને ગમતો ન હતો  તેણે આ અંગે તેની માતાને પણ જાણ કરી હતી  . આ સાંભળીને માતાએ પિતાને  ઠપકો આપાવનું શરૂ કર્યું હતું,  પરંતુ    તેનો પિતા માતાને પણ માર મારતો હતો. યુવતીએ કહ્યું હતું કે તે વિરોધ કરતી હતી તો તેના પિતા તેને પણ મારતા હતા.  તેમજ તેની સાથે  છેલ્લા 7 વર્ષથી આ પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવતો હતો.

વકીલોએ  નરાધમ પિતાનો કેસ લડવાની ના પાડી

આ ઘટનામાં  એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકણે  કાયદાકીય કામગીરી  હાથ ધરી છે.  પોલીસે યુવતીની ફરિયાદ પરથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી છે.  સામાજિક સંસ્થાઓ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આરોપીને કડક સજા કરી સમાજમાં દાખલો બેસાડવાની માગ કરી હતી.  તેમજ  બાર એસોસિયેશનના પ્રમુખ અર્જુન પટેલે જણાવ્યું હતું કે  રાજકોટમાં હેવાનિયત આચરનાર કાયદાના જ નહિ કુદરતે બનાવેલી વ્યવસ્થાના સૌથી મોટા ગુનેગાર છે. માટે આવી  હેવાનિયત આચરનારનો કેસ કોઈ નહીં લડે. તો સામાજિક  અગ્રણી  રાજુ જુંજાએ જણાવી હતી કે આવી જઘન્ય  અપરાધની ઘટનાઓના કેસને ત્વરિત ચલાવી આરોપીઓને સજા કરાવવી જોઈએ.

વિથ ઇનપુટ ક્રેડિટઃ રોનક મજિઠીયા, રાજકોટ ટીવી9

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati