રાજકોટ : ધોરાજીના ખેડૂતોએ અપુરતા વીજપુરવઠા મામલે CMને લખ્યો પત્ર, સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો PGVCL કચેરીના ઘેરાવની ચીમકી

રાજકોટ : ધોરાજીના ખેડૂતોએ અપુરતા વીજપુરવઠા મામલે CMને લખ્યો પત્ર, સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો PGVCL કચેરીના ઘેરાવની ચીમકી
Rajkot: Dhoraji farmers wrote a letter to CM regarding inadequate power supply (પ્રતિકાત્મક તસ્વીર)

ધોરાજીમાં વીજળીની માગને લઈને ખેડૂતોએ ખેતરમાં બેસીને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને ચીમકી આપી છે કે જો ચાર દિવસમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળી નહિ આપવામાં આવે તો PGVCLની કચેરીને તાળાબંધી કરવાં આવશે,

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 27, 2022 | 10:14 PM

રાજકોટ (Rajkot)જિલ્લાના ગ્રામ્ય પંથકના ખેડૂતો વીજ ધાંધિયાથી હેરાન પરેશાન છે. ત્યારે ધોરાજી (Dhoraji) તાલુકાના નાની પરબડી ગામના ખેડૂતોએ (farmer)ખેતરમાં બેસીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને વીજ ધાંધિયા દૂર કરવા માટે વિનંતી કરી છે. જો ત્રણ દિવસમાં વીજ ધાંધિયાનો (power cut)પ્રશ્ન હલ નહીં થાય તો ધોરાજી સહિત 30 ગામના ખેડૂતો ધોરાજી PGVCLની કચેરીનો ઘેરાવ કરશે અને તાળાબંધી કરશે એવી ચીમકી ઉચ્ચારી છે.

ધોરાજી પંથકમાં ઉનાળુ પાકનું વાવેતર થઇ ગયું છે. વાવેતર સમયે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને અનેક ખેતમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખરીદી વાવેતર કર્યું છે. વાવેતર બાદ હવે ઉનાળુ પાકને પિયત આપવાનો સમય થઈ ગયો છે. ત્યારે વીજળી અનિયમિત મળી રહી હોવાને કારણે ખેડૂતોનું ઉનાળુ પાક મુરજાઈ જાય એવી ભીતિ છે. ત્યારે 8 કલાક વીજ આપવાની માંગ સાથે ધોરાજીના નાની પરબડી સહિત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં બેસી અને ગુજરાતના મુખ્ય મંત્રીને પોતાની વ્યથા મોકલી છે. અને વીજ સમસ્યાનું નિરાકરણ થાય તે માટે રજૂઆત કરી છે.

ધોરાજીમાં વીજળીની માગને લઈને ખેડૂતોએ ખેતરમાં બેસીને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને ચીમકી આપી છે કે જો ચાર દિવસમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળી નહિ આપવામાં આવે તો PGVCLની કચેરીને તાળાબંધી કરવાં આવશે, સૌરાષ્ટ્ર ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવામાં આવતી નથી, પાછળના વર્ષોમાં ખેડૂતોને સિંચાઈ માટે 24 કલાક વીજળી આપવામાં આવતી હતી. જે હાલ માત્ર 3 કલાક અને એ પણ કટકે કટકે આપવામાં આવે છે, રાજકોટ જિલ્લામાં પણ આજ પરિસ્થતિ છે, ધોરાજીમાં પણ ખેડૂતો સિચાઈ માટેની વીજળીને લઈને મુશ્કેલીમાં છે, ખેડૂતોએ ઉનાળાનું વાવેતર કરી નાખ્યું છે અને હવે પાકને પિયતની જરુરુ છે, ત્યારે કુવામાં પિયત માટે પૂરતું પાણી છે, પરંતુ કૂવાના પાણીને ખેતરોમાં પાક સુધી પહોંચાડવા માટે વીજળી નથી મળી રહી. ત્યારે ધોરાજીના ખેડૂતોએ તમામ જગ્યાએ રજુઆત કરી ચુક્યા છે, પરંતુ આમ છતાં કોઈ નક્કર પરિણામ નહિ મળતા તેવો આજે અહીં ખેતરમાં બેસીને સરકારમાં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે કે તેવોને પૂરતી વીજળી આપવામાં આવે અને સાથે સાથે ચીમકી પણ આપી છે કે જો 4 દિવસની અંદર વીજળીનો પ્રશ્ન હાલ નહીં થાય તો અને વીજળી આપવામાં નહિ આવે તો ધોરાજીની PGVCL ની કચેરીને તાળા બંધી કરવામાં આવશે.

નાની પરબડીના ખેડૂતોએ વીજ ધાંધિયાથી રોષે ભરાઇ અને ખેતરમાં ઉભા રહી અને સૂત્રોચ્ચાર કર્યા છે. અને તાત્કાલિક વીજ સમસ્યા દૂર કરવાની માંગ કરી હતી. અને ખેડૂતોનું કહેવું છે કે સરકાર આઠ કલાકની જગ્યાએ માત્ર ચારથી છ કલાક વીજળી આપે છે. જેમાં પણ એક કલાક વીજળી મળ્યા બાદ એક કલાકનો લોડ સેટના નામે કાપ મૂકી દેવામાં આવે છે. જેને કારણે હજારો હેકટર જમીનમાં થયેલ ઉનાળુ પાકનું વાવેતર મુરઝાઇ રહ્યું છે.

વીજ સમસ્યાથી હારી ચૂકેલા ખેડૂતો હવે સરકારને પત્ર પાઠવી અને વીજ સમસ્યા દૂર કરવા માટે વિનંતી કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે ત્યારે સરકાર જો ત્રણથી ચાર દિવસમાં વીજ સમસ્યાનું નિરાકરણ નહિ લાવે તો ઉગ્ર આંદોલન અને PGVCL કચેરીએ ઘેરાવ અને તાળાબંધી કરવાની ફરજ પડશે.

આ પણ વાંચોઃ વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું, પણ જીતુ વાઘાણી કહે છે કે માત્ર કોપી કેસ છે, જેને ખોટી રીતે રજૂ કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

આ પણ વાંચોઃ ગુજરાત કથિત વનરક્ષક પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati