Rajkot : કપાસના ભાવ 1721 રૂપિયા બોલાયા, ખેડૂતો થયા માલામાલ, ઉંચા ભાવનો 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વર્ષો બાદ ખેડૂતોને આટલો ભાવ મળી રહ્યો છે. કપાસની ઓછી આવક હોવાને કારણે આ ભાવ વધારો થયો છે. ખેડૂતો પાસે જો કપાસ હોય તો આ સમય વેચવા માટે શ્રેષ્ઠ છે.

Rajkot : કપાસના ભાવ 1721 રૂપિયા બોલાયા, ખેડૂતો થયા માલામાલ, ઉંચા ભાવનો 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Cotton Crop
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 16, 2021 | 2:25 PM

રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં (Marketing Yard) કપાસના ભાવ (Cotton Crop Rate) ઓલટાઇમ હાઇ થયા છે. આજે કપાસના એક મણના ભાવ 1721 રૂપિયાનો સોદ્દા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં (Farmers) ખુશીની લાગણી જોવા મળી હતી. 25 વર્ષ બાદ કપાસના ભાવ 1500 થી ઉપર થયા છે, જે ખુબ જ આનંદની વાત છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ કહ્યું હતુ કે, વર્ષો બાદ ખેડૂતોને આટલો ભાવ મળી રહ્યો છે. કપાસની ઓછી આવક હોવાને કારણે આ ભાવ વધારો થયો છે. ખેડૂતો પાસે જો કપાસ હોય તો આ સમય વેચવા માટે શ્રેષ્ઠ છે.

કપાસનું ઓછું ઉત્પાદન ભાવ વધારાનું મુખ્ય કારણ-ખેડૂત અગ્રણી

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ખેડૂત અગ્રણી અને માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગત વર્ષે ગુલાબી ઇયળના ત્રાસ અને અન્ય કારણોને કારણે મગફળીની સરખામણીએ કપાસનું વાવેતર ઓછું થયું છે અને વિદેશમાં કપાસની માગ વધુ છે જેથી ખેડૂતોને ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે.

જિનીંગ ઉધોગને થશે અસર-વેપારી

રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારી નિલેશભાઇએ કહ્યું હતુ કે, જે રીતે કપાસનો ભાવ ઉચક્યા છે તેને જોતા સૌથી વધારે અસર જિનીંગ ઉધોગને પડી શકે છે. મિલરોને આ ભાવથી ખરીદી પોસાય તેમ નથી. જો કે જરૂર ખેડૂતો માટે કપાસ વેચવાનો આ શ્રેષ્ઠ સમય છે.

દરરોજ 300 ક્વિન્ટલ કપાસની આવક

હાલમાં રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં દરરોજ 300 ક્વિન્ટલ કપાસની આવક થાય છે, જો કે ગત માસમાં કપાસના ભાવ 1500 રૂપિયા મળ્યા હતા, ત્યારે દૈનિક 1000 થી 1500 ક્વિન્ટલ આવક થતી હતી. જો કે હવે ધીમે ધીમે ખેડૂતો પાસે કપાસનો જથ્થો ખૂટતા ભાવમાં ઉછાળો આવ્યો છે. હજુ પણ આ ભાવ વધે તેવી શક્યતા છે. વર્ષ 2021-22માં 9 વખત ભાવમાં ઉછાળો થયો છે, જે દરેક વખતે જુના ભાવનો રેકોર્ડ તોડે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">