Rajkot : વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત, સૌરાષ્ટ્રના 20 લાખ હેક્ટરમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

સૌરાષ્ટ્રના ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો છે. જોકે હવે વરસાદ ખેંચાતા પાક સૂકાવાનો ભય ઉભો થયો છે. જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Rajkot : વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત, સૌરાષ્ટ્રના 20 લાખ હેક્ટરમાં પાક નિષ્ફળ જવાની ભીતિ
ફાઇલ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 05, 2021 | 3:08 PM

Rajkot : રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી અને કપાસ સહિત અન્ય પાકોનું 20 લાખ હેક્ટરમાં આગોતરૂ વાવેતર કરી દીધું છે. જોકે હવે વરસાદ ખેંચાતા પાક સૂકાવાનો ભય ઉભો થયો છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ પણ એક સપ્તાહ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી ખેડૂતોના જીવ તારવે ચોંટી ગયા છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું 9.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે કપાસનું 8.98 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં માત્ર માણાવદર અને વંથલી પંથકમાં હજુ વાવણી થઇ શકી નથી.

સૌરાષ્ટ્રમાં જિલ્લા પ્રમાણે થયેલું વાવેતર 1) રાજકોટ 2.46 લાખ હેક્ટર 2) સુરેન્દ્રનગર 1.78 લાખ હેક્ટર 3) જામનગર 1.90 લાખ હેક્ટર 4) પોરબંદર 47 હજાર હેક્ટર 5) જુનાગઢ 1.37 લાખ હેક્ટર 6) અમરેલી 3.99 લાખ હેક્ટર 7) ભાવનગર 2.69 લાખ હેક્ટર 8) મોરબી 1.65 લાખ હેક્ટર 9) બોટાદ 1.36 લાખ હેક્ટર 10) ગીરસોમનાથ 46 હજાર હેક્ટર દેવભૂમી દ્વારકા 1.37 લાખ હેક્ટરમાં વાવેતર પૂરૂ થયું છે. જો વરસાદ ખેંચાશે તો સિંચાઇનું પાણી આપવું પડશે.

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

ખેડૂત નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હવે જો એક સપ્તાહમાં વરસાદ ન આવે તો મુશ્કેલી વધી શકે છે અને કપાસને નુકસાન પહોંચી શકે છે. એટલું જ નહિ હવે મોડી વાવણી કરવી ખેડૂતોને પોસાય તેમ નથી. ત્યારે જો વરસાદ ખેંચાય તો સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ વિભાગ થકી પાણી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે.

જો સિંચાઇનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂતોને ઉગારી શકાય છે. મેઘરાજા રૂઠ્યા છે પરંતુ જો સરકાર ખેડૂતો પર હેત વરસાવે તો ખેડૂતોનો પાક સુકાતા બચી શકે છે.

આ પણ વાંચો : કોરોના બાદ 79 ટકા લોકોને આવે છે ડરામણાં સ્વપ્ન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે

આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત, ZyCoV-D રસી અંગે જાણકારી મેળવી

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">