Rajkot: સી.આર.પાટીલનો કેજરીવાલ પર પ્રહાર, કહ્યું ‘રેવડીવાળાને ગુજરાતમાં ઘૂસવા નહીં દઈએ’

ગોંડલમાં (Gondal) સી.આર.પાટીલે ભવ્ય રોડ શો દરમિયાન આપના સુપ્રીમો કેજરીવાલ પર પ્રહાર કર્યાં હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતને કોઈ પણ હાલતમાં શ્રીલંકા બનવા નહી દઈએ અને કોઈ પણ રેવડીવાળાને ગુજરાતમાં ઘુસવા નહીં દઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:23 PM

આગામી ગુજરાત વિધાનસભાની (Gujarat vidhan sabha Election) ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે. ત્યારે હવે મિશન સૌરાષ્ટ્ર પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા છે. ગોંડલમાં (Gondal) સી.આર.પાટીલે ભવ્ય રોડ શો દરમિયાન આપના સુપ્રીમો કેજરીવાલ પર પ્રહાર કર્યાં હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતને કોઈ પણ હાલતમાં શ્રીલંકા બનવા નહી દઈએ અને કોઈ પણ રેવડીવાળાને ગુજરાતમાં ઘુસવા નહીં દઈએ. મહત્વનું છે કે તાજેતરમાં આપના અરવિંદ કેજરીવાલે તેના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યમાં મફત વીજળીનું વચન આપ્યું હતું, જેના અનુસંધાને સી. આર. પાટીલે આ નિવેદન કર્યું છે.

નોંધનીય છે કે સુરતની (Surat) મુલાકાતે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ગુજરાતના પ્રજાજનોને ચૂંટણીલક્ષી પ્રથમ ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો 300 યુનિટ વીજળી ગુજરાતની પ્રજાને ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે જો અમારી સરકાર આવશે તો ત્રણ મહિનામાં જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સુરતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તો ક્યા એજન્ડા પર કામ થશે તે અંગે માહિતી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ”આજે લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. ગુજરાતમાં વીજળીના ખૂબ જ ઊંચા ભાવ વસુલવામાં આવે છે. ગુજરાતની પ્રજા હવે બદલાવ ઈચ્છે છે. લોકો ઈચ્છે છે કે, ગુજરાતમાં પણ વીજળી મફતમાં મળે. દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">