
Heart Attack Death : રાજ્યભરમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં 20થી વધારે લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોયા છે.તો અમદાવાદ શહેર અને રાજ્યમાં લોકો નવલી નોરતાની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે નવરાત્રીમાં ગરબાની તાલે રમતા ખેલૈયાઓમાં હાર્ટ એટેકની ઘટના સામે આવી છે.અને તેમાં પણ કોરોના બાદ નવરાત્રીની આટલી મોટી અને અદભુત ઉજવણી થતા ખેલૈયાઓને મોકો મળતા નવરાત્રીના ઉત્સવમાં મન મુકીને ગરબા રમી રહ્યા હતા. સ્વભાવિક છે કે લોકો કોરોનાની બાદ મન મૂકીને ગરબા રમ્યા હતા
આ પણ વાંચો : Rajkot News : 11 વર્ષની કિશોરી સાથે સાવકા પિતાએ જ આચર્યું દુષ્કૃત્ય, પોલીસે નરાધમને જેલના સળિયા પાછળ ધકેલ્યો
.ત્યારે કેટલાક ઇમરજન્સી કેસ જોવા મળ્યા હતા.જ્યાં આ વર્ષે નવરાત્રી દરમિયાન ગત વર્ષ કરતા વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 108 ઇમરજન્સી સેવા દ્વારા જે દર વર્ષે એનાલિસિસ કરવામાં આવે છે. તે પ્રમાણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 10 ટકા થી વધારે કેસ નોંધવામાં આવ્યા છે.જ્યારે અમદાવાદમાં 18% થી વધુ કેસ નોંધાયા છે. ઈમરજન્સી કેસમાં શ્વાસ રોગ, હૃદય રોગ અને અકસ્માતના કેસ સૌથી વધુ નોંધાયા હતા છે. અને તેમાં પણ રાજ્યમાં હૃદયને લગતા કેસમાં ગત વર્ષની સરખામણીએ 46 ટકા કેસમાં વધારો નોધાયો છે.
છેલ્લા 6 મહિનામાં 1 હજાર 60થી વધુ લોકોનું હાર્ટ એટેકથી મોત થયા છે. તો 22 ઓક્ટોમ્બર એટલે રવિવારના રોજ 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 13થી 62 વર્ષની વય ધરાવતા 12 લોકોથી વધુના મોત નીપજ્યાં હતા. જેમાં વડોદરામાં 13 વર્ષના બાળક સહિત 2, જામનગરમાં ત્રણ, રાજકોટમાં ત્રણ, અમદાવાદમાં એક, સુરતમાં બે તો કપડવંજમાં એક સગીરનું હાર્ટ એટેકના કારણે મોત થયા.તો આજે રાજકોટમાં 4 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા છે. તેમજ સુરતમાં પણ આજે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
એક અંદાજ અનુસાર આ વર્ષે હૃદય રોગના કેસ વધુ જોવા મળ્યા છે. જ્યાં ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં રાજ્ય ના 33 જિલ્લામાં 590થી વધારે લોકોને હૃદય લગતા કેસ જોવા મળ્યા હતા. ગરબા આયોજન સ્થળ પાસે 108 એમ્બ્યુલન્સને કૉલ મળ્યા હોય તેવા કેસ જોવા મળ્યા હતા.જેમાં સૌથી વધુ અમદાવાદ 139 કેસ,ભાવનગર 20, અમરેલી 25, ગાંધીનગર 13, કચ્છ 23, સુરત 54, રાજકોટ 44, વડોદરા 29, જામનગર 31 ,મહેસાણા 11, ખેડા 12,બનાસકાંઠા 11, આણંદ 13, સાબરકાંઠા 8, બોટાદ 1,પોરબંદર 8, દેવભૂમિ દ્વારકા 10,દાહોદ 2 કેસ જોવા મળ્યા છે. તેમાં પણ સૌથી વધુ 18 અને 19 ઓક્ટોબરે 100થી વધારે ઉપર કેસ નોંધાયા હતા.