Rajkot : બેડી યાર્ડની ચૂંટણી પૂર્વે સરધાર મંડળીની ચૂંટણીમાં ભાજપના જ બે જુથ આમને સામને

30 વર્ષ બાદ સરધાર સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ છે. અત્યાર સુધી આ ચૂંટણી બિનહરીફ થતી હતી જો કે ભાજપમાં આંતરીક જુથવાદને કારણે અહીં ચૂંટણી યોજાઇ છે.

Rajkot : બેડી યાર્ડની ચૂંટણી પૂર્વે સરધાર મંડળીની ચૂંટણીમાં ભાજપના જ બે જુથ આમને સામને
Rajkot Before Bedi Yard election two BJP groups face of this Sardhar Mandali elections

રાજકોટ(Rajkot)માં બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ(Bjp) ના જ બે જુથ આમને સામને આવીને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.જો કે આ ચૂંટણી યોજાય તે પહેલા સેમિફાઇનલ સમાન સરધાર સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ રહી છે.

જેમાં ભાજપના જ બે જુથ આમને સામને છે.એક જુથ બેડી યાર્ડના ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજાનું છે જેની સાથે રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ (રા.લો સંઘ)ના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા અને તેની પેનલ છે જ્યારે બીજુ જુથ અરવિંદ રૈયાણીનું જુથ છે જેમાં નાગદાન ચાવડા,ચેતન પાણ અને નિલેશ વિરાણી સામસામે ચૂંટણી લડી રહ્યા છે.

19 બેઠકો પર યોજાશે ચૂંટણી,રાત્રે પરિણામ

આ ચૂંટણીમાં રાજસમઢિયાળા,લોધિડા,લાખાપર,ચિત્રાવાવ,ખારચિયા અને સરઘાર સહિતના નવાગામ રામપરા સહિતના 12 ગામોનો સમાવેશ થાય છે. જેમાં 2400 મતદારો શનિવારે  19 બેઠક માટે મતદાન કરશે. જેમાં શનિવારે રાત સુધીમાં મતોની મતગણતરી થશે. આ ચૂંટણીમાં એક બેઠક પર નિતીન ઢાંકેચા બિનહરીફ વિજેતા થયા છે જેથી હાલમાં 19 બેઠક પર મતદાન થઇ રહ્યું છે.ત્રીસ વર્ષ બાદ અહીં ચૂંટણી આવતા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે..

દરેક ગામમાં બે જુથ હોવાથી ચૂંટણી થઇ-હરદેવસિંહ જાડેજા

આ અંગે ભાજપના એક જુથના અગ્રણી હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતુ કે ત્રીસ વર્ષથી અહીં ચૂંટણી થઇ ન હતી પરંતુ હાલની સ્થિતિમાં દરેક ગામમાં બે જુથ સક્રિય છે જેના કારણે આ ચૂંટણી યોજવી પડે છે.પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતુ કે ખેડૂતો હોશિયાર છે કોણ તેના માટે કામ કરશે તેનાથી તેઓ પરિચીત છે અને એ રીતે જ મત આપશે.

તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની જેમ આ ચૂંટણીઓમાં મતદાન નથી થતુ પરંતુ જે પેનલ તરફ ખેડૂતોને વિશ્વાસ હોય ત્યાં જ તેઓ મતદાન કરે છે.

અમારી ભવ્ય જીત થશે-ચેતન પાણ
આ અંગે અરવિંદ રૈયાણી અને નાગદાન ચાવડા જુથના ચેતન પાણે કહ્યું હતુ કે મતદાનને લઇને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બંન્ને પેનલ એડીચોટીનું જોર લગાવી રહી છે પરંતુ અમારી જીત થશે તે નિશ્વિત છે..

અરવિંદ રૈયાણી-હરદેવસિંહ જુથ બેડી યાર્ડમાં પણ સામસામે

સરઘાર સહકારી મંડળીની ચૂંટણીને બેડી માર્કેટીંગની ચૂંટણી પહેલાનું ટ્રેલર માનવામાં આવે છે કારણ કે જે બે જુથ આ ચૂંટણીમાં સામસામે લડી રહ્યા છે તે જ બંન્ને જુથ બેડી યાર્ડમાં પણ સામ સામે છે. આ બંન્ને જુથની લડાઇ રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીથી જોવા મળી રહી છે.

રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ(રા.લો.સંઘ)ની ચૂંટણીમાં પણ અરવિંદ રૈયાણીએ પોતાના ટેકેદારોને ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા અને હરદેવસિંહ જાડેજા જુથના નિતીન ઢાંકેચાને ચેરમેન બનવાથી રોક્યા  હતા.  જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હરદેવસિંહ જાડેજા જુથના ડી.કે.સખિયા અને નારદાન ચાવડા વચ્ચેનો જુથવાદ સામે આવ્યો હતો.

જો કે બેડી યાર્ડની ચૂંટણીને લઇને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ બિનહરીફ કરવાના પ્રયત્ન કરાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.જો કે હવે સરઘાર સહકારી મંડળીમાં ચૂંટણી યોજાતા ફરી બંન્ને જુથ આમને સામને આવી ગયા છે.

આ પણ  વાંચો : Ahmedabad : મકરબામાં એક વ્યક્તિને તાંત્રિક વિધિ કરાવવી ભારે પડી, ગુમાવ્યા 43.65 લાખ રૂપિયા

આ પણ વાંચો : GANDHINAGAR : ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં બનશે મ્યુઝીયમ, CM રૂપાણીએ કરી જાહેરાત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati