Rajkot: સર્વર ઠપ્પ થતાં અરજદારો હેરાન, જાતિના દાખલા કઢાવવા માટે બહુમાળી ભવનમાં લાગી લાંબી લાઈનો

આવકના દાખલા અને જાતિના દાખલા બે અલગ અલગ સ્થળોએ નીકળતા હોવાથી અરજદારોને એક દાખલો કઢાવવામાં બેથી ત્રણ દિવસ લાગે છે. જેથી સરકાર એક જ સ્થળે વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:24 PM

Rajkot: એડમિશન સહિત અનેક સરકારી કામો માટે જરૂરી જાતિના દાખલા (cast certificate) કાઢવા માટે સર્વર ઠપ્પ થતાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓ (Diploma Students) અને અન્ય અરજદારો હેરાન થઈ રહ્યા છે. રાજકોટના બહુમાળી ભવન (Bahumali Bhavan, Rajkot)ના ગ્રાઉન્ડ ફ્લોરમાં જાતિના દાખલા કાઢી આપવાનું કામ ચાલે છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સર્વર ધીમું (Sever down) છે. જેના કારણે અરજદારોને લાંબી લાઈનોમાં ઉભુ રહેવું પડે છે.

 

 

અરજદારોનું એવુ પણ કહેવું છે કે આવકના દાખલા અને જાતિના દાખલા બે અલગ અલગ સ્થળોએ નીકળતા હોવાથી અરજદારોને એક દાખલો કઢાવવમાં બેથી ત્રણ દિવસ લાગે છે. જેથી સરકાર એક જ સ્થળે વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.

 

આ અંગે અધિકારીઓનું કહેવું છે કે બેથી ત્રણ દિવસથી સર્વર ઠપ્પ છે, જેની ફરિયાદ કરવામાં આવી છે. જો કે અધિકારીએ એવો પણ દાવો કર્યો હતો કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે જાતિના દાખલા એક જ દિવસમાં મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: RRR Viral Video: આરઆરઆર દ્વારા ચાહકો માટે મેગા ટ્રીટ તરીકે મેકિંગ વીડિયો લોન્ચ, ફિલ્મના તમામ સુપરસ્ટારની ઝલક બતાવવામાં આવી

 

આ પણ વાંચો: Patan : HNGU યુનિવર્સિટીની અંતિમ ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ, બાકી રહેતી તમામ પરીક્ષાઓ ઓફલાઇન લેવાશે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">