Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, વિધાર્થીઓ સાથે યુનિવર્સિટી ભેદભાવ કરતી હોવાનો આરોપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગન્ન કોલેજોના વિદ્યાર્થીઓને હલકી ગુણવતાના ટ્રેકશુટ આપતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી ભેદભાવનો આરોપ લગાવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીના (University) શારીરિક શિક્ષણ વિભાગે હલકી ગુણવત્તાના(Bad Quality) ટ્રેક શૂટ આપ્યા હોવાની ફરિયાદ દાખલ થઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની નૂતન કોમર્સ કોલેજના(Nutan commerce College) પૂર્વ વિધાર્થી ઉદય ગજેરાએ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા હલકી ગુણવત્તાના ટ્રેક શૂટ આપતા હોવાની ફરિયાદ દાખલ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોગાસન સ્પર્ધા પૂર્ણ થયા બાદ 8 મહિને રમતવીરોને ટ્રેકશૂટ મળ્યા હતા. ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા ટ્રેકશૂટમાં (Track Suit)પણ રમતવીરો અને ટિમો વચ્ચે ભેદભાવ કરતા હોવાની ફરિયાદ પણ સામે આવી છે.