Rajkot : જેતલસરમાં રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી, વર્ષો જૂની પરંપરા એટલે હલડીયું દોડ

ગામના લોકો 4 માટલીને જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો નામ આપે છે. અને ધરતીપૂત્રોના હાથે પાણી ભરાવાય છે. માટલીનું પૂજન કરાય છે અને અંદર રહેલા પાણીનું નિરીક્ષણ કરીને આવતા વર્ષે વરસાદ કેવો રહે છે તેનું અનુમાન લગાવાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 8:07 AM

Rajkot : ધાર્મિક પરંપરાઓનો દેશ એટલે ભારત. દેશમાં આજે પણ અનેક વર્ષો જૂની પરંપરા જળવાઇ રહી છે. આવી જ એક રૂઢિગત્ત પરંપરા એટલે હલડીયું દોડ. રાજકોટના જેતલસર ગામે રક્ષાબંધનના પર્વે યોજાતી હલડીયું દોડ વર્ષો જૂની પરંપરાનો એક ભાગ છે. આ આયોજન દ્વારા આવતા વર્ષે ચોમાસામાં વરસાદ કેવો રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે.

ગામના લોકો 4 માટલીને જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો નામ આપે છે. અને ધરતીપૂત્રોના હાથે પાણી ભરાવાય છે. માટલીનું પૂજન કરાય છે અને અંદર રહેલા પાણીનું નિરીક્ષણ કરીને આવતા વર્ષે વરસાદ કેવો રહે છે તેનું અનુમાન લગાવાય છે. સાથે જ ખેતીમાં વપરાતા હળનુ પૂજન કરીને દોડ લગાવે છે. અને વિજેતાને હળ ભેટ અપાય છે.મહત્વનું છે કે આ વર્ષે યોજાયેલી હલડીયું દોડ દ્વારા આવતા વર્ષે 80 થી 90 ટકા વરસાદનું અનુમાન કરાયું છે.

આમ, આ વર્ષો જુની પરંપરાના આધારે વરસાદનું અનુમાન કરવામાં આવે છે. સાથે જ પહેલાના ધરતીપુત્રો આ-જ અનુમાનના આધારે વાવણી કરતા હતા. પરંતુ, ધીરેધીરે આ પરંપરા વિસરાઇ રહી છે. આમ છતા જેતપુરના જેતલસર ગામમાં આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. આવી જુની પરંપરાઓ થકી આ વિસ્તારમાં રક્ષાબંધન પર્વની ઉજવણીમાં અનેરો સ્થાનિક લોકોમાં ઉત્સાહ ઉમેરાય છે.

 

આ પણ વાંચો : Ahmedabad : હોલમાર્કના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સની આજે હડતાળ

આ પણ વાંચો : ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપિટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">