Rajkot: પ્રાચીનકાળનું સોનું મળી આવ્યાનું કહીને ડુપ્લિકેટ સોનાના દાગીના વેચતો શખ્સ ઝડપાયો, અનેક ગુનાનાં ભેદ ઉકેલાવાની શક્યતા

Rajkot :  રાજકોટમાં પ્રાચીનકાળના સમયનું સોનું મળી આવ્યાનું કહીને નકલી સોનાના દાગીના વેચતા મારવાડી શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને પોલીસે આરોપી પાસેથી  966 ગ્રામની માળા પણ જપ્ત કરી છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 09, 2021 | 3:41 PM

Rajkot :  રાજકોટમાં પ્રાચીનકાળનાં સમયનું સોનું મળી આવ્યાનું કહીને નકલી સોનાના દાગીના વેચતા મારવાડી શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને પોલીસે આરોપી પાસેથી  966 ગ્રામની માળા પણ જપ્ત કરી છે.

જો કોઈ તમને સસ્તા ભાવે સોનું આપવાની વાત કરે અથવા તો સોનાનો મોટો જથ્થો મળ્યો હોવાથી વેચવો છે, તેમ કહી લલચાવે તો ચેતી જજો, નહી તો આ લાલચમાં આવીને તમારે ખોટ ખાવાનો વારો આવી શકે છે. કારણ કે, રાજકોટમાં પ્રાચીનકાળનું સોનું મળી આવ્યાનું કહીને ડુપ્લિકેટ સોનાના દાગીના વેંચતા એક મારવાડી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.

બાર લાખની કરી ઠગાઈ

રાજકોટમાં મકાનના પાયા ખોદતી વખતે પ્રાચીનકાળના સોનાના ઘરેણા દોઢ કિલોની માળા મળી છે એવી વાત કરીને મારવાડી શખ્સે આરસના મુર્તિ-મંદિર બનાવવાનું કામ કરતાં વેપારી સાથે 12 લાખની છેતરપિંડી કરતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે. આ શખ્સ વિરૂદ્ધ ફરિયાદી વેપારીએ 12 લાખની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

ફરિયાદીનું કહેવું છે કે,આરોપીએ ખોદકામ દરમિયાન મને હાથીનો શણગાર વાળી એન્ટિક વસ્તુ મળ્યું છે  એમ કહીને આરસના મુર્તિ-મંદિર બનાવવાનું કામ કરતાં વેપારીને  વેચવી છે એમ કહીને અમારી સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત અમને સોનાની માળાના બે કટકા બતાવી ચેક કરવા આપી દીધા હતાં,આથી આ લોકો ઉપર મને વિશ્વાસ બેસી ગયો હતો.

પોલીસના કહેવા પ્રમાણે, આ શખ્સ મજુર જેવો પહેરવેશ પહેરીને બસ સ્ટેન્ડ,રેલ્વ સ્ટેશન અને રિક્ષામાં અજાણ્યા શિકારની શોઘમાં જતો હતો. પોતે કચ્છ ખાતે મજૂરી કામ કરે છે અને ત્યાં તેને પૌરાણિક સોનાનો ખજાનો મળ્યો છે તેવું કહીને વિશ્વાસમાં લેતા હતા બાદમાં જો કોઇ તેની વાતમાં આવે તો તેને સાચું સોનું સેમ્પલ માટે આપીને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ મોટી રકમ વસૂલ કરીને ઘાતુના દાગીના આપીને છેતરપિંડી આચરતા હતા..પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સે રાજકોટના પારેવડી ચોકમાં અને માર્કેટીંગ યાર્ડ નજીક અલગ અલગ બે લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત આપી છે જે અંગે ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે,જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

મહત્વપૂર્ણ છે કે, અગાઉ આરોપી મોરબીમાં ચોરીના ગુનામાં પકડાય ચૂક્યો છે અને આ શખ્સ સાથે અન્ય સાગ્તોરી હોવાનું પણ સામે આવ્યું છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસ આ શખ્સે કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">