RAJKOT : 3 માસની શિવાનીએ 14 દિવસ બાદ કોરોનાને આપી મ્હાત

કોઇ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિથી બચવા માટે શિવાનીને રૂમ એર પર રાખવામાં આવી. તેણીને સાવ સારૂં થઇ જતાં અને અન્ય કોઇ પણ ગંભીર બીમારી ન હોવાથી આજે 22 સપ્ટેમ્બરે શિવાનીને પી.ડી.યુ. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

RAJKOT :  3 માસની શિવાનીએ 14 દિવસ બાદ કોરોનાને આપી મ્હાત
RAJKOT: 3 month old Shivani defeated Corona 14 days later
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 22, 2021 | 6:57 PM

3 માસની બાળકીએ કોરોનાને આપી મ્હાત

રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલના પિડ્યાટ્રીક વિભાગમાં સારવાર લઇ રહેલી ૩ માસની શિવાનીએ 14 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દોમડા ગામની માત્ર ત્રણ માસની ઉંમરની શિવાની સુનીલભાઇ સોલંકી નામની બાળકીને ગત તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસથી શરદી, ઉધરસ અને તાવના લક્ષણો અને છેલ્લા એક દિવસથી શ્વાસ લેવાની તકલીફ સાથે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

શિવાનીને શ્વાસની ગંભીર સમસ્યા હતી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એ જ દિવસે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શિવાનીને કોરોના સંબંધી સારવાર શરૂ કરવામાં આવી હતી. શિવાનીને શ્વાસની ગંભીર સમસ્યા હોવાથી તાત્કાલિક હાઇ ફલો ઓક્સિજન મશીન પર રાખવામાં આવી હતી. આઠ દિવસ સુધી સતત ઓક્સિજન અને અન્ય સઘન સારવારના પરિણામે શિવાનીને શ્વાસ લેવામાં થોડી રાહત થઇ. અને 17 સપ્ટેમ્બરે તો શિવાની જાતે શ્વાસ લેતી થઇ જતાં સાદા ઓક્સિજન પર શિફટ કરવામાં આવી.

આજે શિવાનીને હોસ્પિટલમાંથી રજા અપાઇ

કોઇ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિથી બચવા માટે શિવાનીને રૂમ એર પર રાખવામાં આવી. તેણીને સાવ સારૂં થઇ જતાં અને અન્ય કોઇ પણ ગંભીર બીમારી ન હોવાથી આજે 22 સપ્ટેમ્બરે શિવાનીને પી.ડી.યુ. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

આ અંગેની વિગતો આપતાં પી.ડી.યુ.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિવાનીની સારવાર તજજ્ઞ પીડિયાટ્રીકસ ડોકટર્સ દ્વારા કરવામાં આવી, અને શિવાનીને ૧૪ દિવસની સઘન સારવારના પ્રતાપે કોરોના જેવી બીમારીમાંથી બચાવી શકાય છે. ત્યારે 3 માસની બાળકી સ્વસ્થ થતા હોસ્પિટલ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

રાજકોટમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવ્યા

રાજકોટ શહેરમાં કોરોના કાબુમાં છે. જોકે રાજકોટ શહેરમાં એક સાથે ત્રણ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. રાજકોટ શહેરમાં દિલ્લી અને હરિદ્વાર ફરવા ગયેલા એક દંપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કાલાવડ રોડ પર એક હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિધાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.

આ પણ વાંચો : Viral: ફરજનિષ્ઠ પોલીસકર્મીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો “પુલીસ હો તો ઐસા”

આ પણ વાંચો : Corona Death Compensation: કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યુ, કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનને અપાશે 50 હજાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">