RAJKOT : 13 વર્ષની હીર દોશીની અનોખી સિદ્ધિ, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

RAJKOT : 13 વર્ષની હીર દોશીએ ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. હીર દોશીએ 1500 કલાકની મહેનત કરી 32,256 પીસ જોડી ’ધ ન્યુયોર્ક સિટી વિન્ડો’જિગસો પઝલ તૈયાર કરી છે.

RAJKOT : 13 વર્ષની હીર દોશીની અનોખી સિદ્ધિ, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
હીર દોશીની સિદ્ધિ
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 4:24 PM

RAJKOT : 13 વર્ષની હીર દોશીએ ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. હીર દોશીએ 1500 કલાકની મહેનત કરી 32,256 પીસ જોડી ’ધ ન્યુયોર્ક સિટી વિન્ડો’જિગસો પઝલ તૈયાર કરી છે. હીર દોશીની આ પઝલને Limca Book of Recordsમાં પણ સ્થાન મળ્યું છે. આથી હીર દોશીની આ સિદ્ધિથી તેનો પરિવાર તથા તેનો સમાજ પણ ખુશખુશાલ છે. 32,256 પીસ દ્વારા બનાવવામાં આવેલી રેવન્સ બર્જરની ‘ધ ન્યુયોર્ક સિટી વિન્ડો’ નામની પઝલ 17 ફૂટ લાંબી અને 6 ફૂટ જેટલી પહોળી છે.

આ પહેલા હીર દોશી 3,000 પીસની પઝલ બનાવી ચૂકી છે એક અખબારની મુલાકાતમાં હીર દોશીએ જણાવ્યું છે કે, હું આ પહેલા પણ 3 હજાર પીસની પઝલ બનાવી ચુકી છે. જ્યારે આ પઝલ માટે 3 વર્ષ અને 1 મહિના દરમિયાન 1500 કલાકથી વધુ સમયની મહેનત બાદ ધ ન્યુયોર્ક સિટી વિન્ડો પઝલ તૈયાર થઈ છે. મારી આ પઝલને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન મળતા ખુશી બમણી થઈ ગઈ છે. આગામી સમયમાં પણ પઝલ બનાવવાનાં ક્ષેત્રમાં નવા શિખરો સર કરવાનો વિશ્વાસ પણ તેણે વ્યક્ત કર્યો છે.

હીર દોશી રોજ 2-3 કલાકનો સમય પઝલ માટે ફાળવતી હતી

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

હીર દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, હું 10 વર્ષની હતી ત્યારે જ આ પઝલ બનાવવાનું નક્કી કર્યુ હતું. અને પિતાએ પણ અમેરિકાથી ધ ન્યુયોર્ક સિટી વિન્ડો નામની પઝલ બનાવવા માટે જરૂરી પીસ મંગાવી આપતા જ મેં કામ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તો મને પણ આશા નહોતી કે હું આ પઝલ બનાવી શકીશ. પરંતુ મહેનત કરતા-કરતા વિશ્વાસ વધુને વધુ દ્રઢ બનતો ગયો હતો. અને મને અભ્યાસમાં અડચણ ન બને તેમ દરરોજ 2-3 કલાકનો સમય પઝલ માટે ફાળવવાનું શરૂ કર્યુ હતું.

હીર દોશીને નાનપણથી જ પઝલનો ખૂબ શોખ હતો પઝલ એવી વસ્તુ છે જેમાં સતત મગજનો ઉપયોગ કરવો પડે છે. તેમાં પણ 10-12 વર્ષના બાળકો પઝલ બનાવવી તો દૂર સાવ સામાન્ય પઝલ સોલ્વ કરવામાં પણ ચકરાવે ચડી જતા હોય છે. ત્યારે 13 વર્ષની વયે હીર દોશીએ સૌથી મોટી પઝલ બનાવવાની આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જેને સૌ-કોઈ બિરદાવી રહ્યાં છે. પોતાની આ સફળતા વિશે જણાવતા હીર દોશીએ જણાવ્યું કે, નાનપણથી જ પઝલનો ખૂબ શોખ હતો. મારો શોખ સમજી ગયેલા પિતા પણ તેને અવારનવાર જુદી-જુદી પઝલો લાવી આપતા હતા.

આ પઝલ ભારતમાં ઉપલબ્ધ ન હોવાથી અમેરિકાથી મંગાવાઇ પઝલ ભારતમાં ઉપલબ્ધ ન હોવાથી અમેરિકાથી મંગાવાઈ હતી. કોરોના મહામારી હળવી થતાં જ હીરની વિક્રમસર્જક પઝલનું પ્રદર્શન પણ યોજાશે. જર્મન કંપની રેવન્સબર્જર દ્વારા આ પઝલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુયોર્ક શહેરની આકાશની ક્ષિતિજ બતાવવામાં આવી છે

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">