ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્વે કિસાન સંઘે કરી આ માંગ

કિસાન સંઘે કહ્યું કે ચાર વર્ષમાં ટેકાના ભાવમાં રૂપિયા વધ્યા છે. મોંઘવારી જે દરે વઘે છે તે જ ભાવે ખેડૂતોની જણસોના ભાવ વધવા જોઇએ.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 08, 2021 | 8:47 PM

ગુજરાતમાં(Gujarat)ભારતીય કિસાન સંઘની(Kisan Sangh)કૃષિ પ્રધાન સાથે બેઠક મળી હતી જેમાં કિસાન સંઘે કૃષિ પ્રધાન રાઘવજી પટેલને ખેડૂતોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કહી હતી. કિસાન સંઘે કુલ 14 જેટલા પ્રશ્નોના નિકાલ માટે માગણી કરી હતી. જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવી કુદરતી આફતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવા અને નુકસાનનું વળતર આપવા માગ કરી હતી.

કિસાન સંઘે કહ્યું કે ચાર વર્ષમાં ટેકાના ભાવમાં( MSP)110 રૂપિયા વધ્યા છે. મોંઘવારી જે દરે વઘે છે તે જ ભાવે ખેડૂતોની(Farmers)જણસોના ભાવ વધવા જોઇએ. કારણ કે જે રીતે હાલમાં ખાતર અને બિયારણના ભાવમાં વધારો(Price Hike)થઈ રહ્યો છે તેમાં ખેતીનો(Farming)નિભાવ ખર્ચ વધી રહ્યો છે. તેમજ પૂરતા ભાવ ન મળતા ખેતી કરવી મુશ્કેલ બની રહી છે.

કિસાન સંઘે આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા, ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા તેમજ ખેડૂતોના ખેત ઓઝારો પર લગાવવામાં આવતું GSTરદ કરવા માંગ કરી હતી

રાજકોટમાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ થશે. રાજકોટ જિલ્લામાં 57 હજાર 800થી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે .જેમાં રાજકોટ,લોધિકા અને પડધરીની ટેકાના ભાવે ખરીદી જૂના માર્કેટીંગ યાર્ડ થશે બીજીબાજુ તંત્ર દ્વારા નોડલ ઓફિસર અને ગ્રામસેવકની નિમણુક કરવામાં આવી છે. મંગળવારે ખેડૂતોને પહેલા SMS મોકલાશે અને પછી ખરીદ કેન્દ્ર સુઘી આવવાનું રહેશે.. આ તરફ ભારતીય કિસાન સંઘે ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતો નિરુત્સાહ હોવાનો દાવો કર્યો છે

આ પણ વાંચો : ડીસામાં બટાકાનું વાવેતર કરતાં ખેડૂતો મુશ્કેલીમાં, ભાવવધારાએ પાકના ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો

આ પણ વાંચો : જામનગરમાં હાપા માર્કેટ યાર્ડમાં પાકની આવક શરૂ, મંગળવારથી શરૂ થશે પ્રક્રિયા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati