Paper Leak : સરકારના ઇશારે પોલીસ મગરમચ્છોને છોડી નાની માછલીઓને પકડી રહી છે : ગાયત્રી બા

આજે રાજકોટ શહેરમાં કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. પેપર લીકના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી જિલ્લા કલેક્ટર સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 12:27 PM

રાજયમાં હાલ પેપર લીકનું ભૂત ધુણી રહ્યું છે. અને, પેપર લીકના મુદ્દે કોંગ્રેસ અને આપ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. ત્યારે આજે રાજકોટ શહેરમાં કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. પેપર લીકના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી જિલ્લા કલેક્ટર સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. અને, બાદમાં જિલ્લા કલેક્ટરને આવદેન પત્ર આપવામાં આવ્યું છે.

આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા ગાયત્રી બાએ જણાવ્યું કે” પેપર લીક કેસમાં સરકારના ઇશારે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અને, મોટા માથાઓને બચાવવા નાના-નાના મળતિયાઓની ધરપકડ કરી રહી છે.” ગાયત્રી બાએ જણાવ્યું કે સરકારને ઇશારે પોલીસ મોટા મગરમચ્છોને છોડી નાની માછલીઓને પકડી રહી છે.

નોંધનીય છેકે પેપર લીક કેસને લઇને આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગરના કમલમ ખાતે વિરોધ પ્રદર્શનો થયા હતા. જેમાં આપના નેતાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ આરંભાઇ છે. તો બીજી તરફ પેપર લીક કેસમાં હજુ સુધી કોઇ મોટા માથાની ધરપકડ કરવામાં આવી નથી. જેને લઇને હવે કોંગ્રેસ દ્વારા વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ હવે સરકારી રાગ આલાપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હવે આ કેસમાં નવો શું વળાંક આવે છે તે જોવું રહ્યું.

 

આ પણ વાંચો : Breking news : દેશભરમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર દરોડા, ગુરુગ્રામ-દિલ્હી-મુંબઈ અને બેંગ્લોરની ઓફિસો પર સર્ચ ઓપરેશન

આ પણ વાંચો : Year Ender 2021: સાકીનાકા દુષ્કર્મ-હત્યાથી લઈ વિસ્મયા દહેજ હત્યા સુધી, આ વર્ષ દેશને હચમચાવનારી ઘટનાઓ પર એક નજર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">