વિરોધ પક્ષના નેતાએ ટ્વીટ કરેલો વીડિયો રાજકોટનો, કોંગ્રેસે કહ્યું ‘સસ્તી પ્રસિદ્ધી’,ભાજપે કહ્યું ‘બુદ્ધિનું પ્રદર્શન’

થોડા સમય પહેલા સસ્તા અનાજની દુકાનનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે.

વિરોધ પક્ષના નેતાએ ટ્વીટ કરેલો વીડિયો રાજકોટનો, કોંગ્રેસે કહ્યું 'સસ્તી પ્રસિદ્ધી',ભાજપે કહ્યું 'બુદ્ધિનું પ્રદર્શન'

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) આજે પોતાના ટ્વીટર પર સસ્તા અનાજની દુકાનનો એક વીડિયો વાયરલ કર્યો, જેમાં તેઓએ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સસ્તા અનાજની દુકાન બહાર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વહેંચવામાં આવેલી થેલીને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા, પરેશ ધાનાણીએ ટ્વીટ કરેલો આ વીડિયો રાજકોટના (Rajkot) જિલ્લા ગાર્ડન નજીક આવેલા જૂની જેલ રોડ પરનો હોવાનું સામે આવ્યું છે.

 

 

અહીં રહેતા ગોપાલ ચાવડા નામના વ્યક્તિએ આ વીડિયો ઉતારેલો હતો. ગોપાલ ચાવડાએ કહ્યું હતુ કે પોતે જ્યારે આ વિસ્તારમાંથી પસાર થયો, ત્યારે સ્થાનિક લોકોને ભાજપના કાર્યકર્તાઓ થેલીનું વિતરણ કરીને ફોટા પડાવતા હતા. જો કે તેમાં કોઈ ચીજવસ્તુ ન હતી, જેથી તેમણે આ વીડિયો ઉતાર્યો અને સરકાર દ્વારા ખોટી પ્રસિદ્ધિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

ગરીબોના સ્વાભિમાન પર વ્રજ્રઘાત-પરેશ ધાનાણી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતુ કે કોરોનાકાળમાં લોકોની હાલત કફોડી થઇ ગઈ છે.સરકાર સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ, કઠોળ, ખાંડ અને તેલ સસ્તા દરે આપવામાં નિષ્ફળ નીવડી છે અને ગરીબોના સ્વાભિમાન પર કમલછાપ થેલી આપીને ગરીબોના સ્વાભિમાન પર વ્રજ્રઘાત કરવાનું કામ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આને ખોટી પ્રસદ્ધિ ગણાવી હતી.

 

કોંગ્રેસ માટે મુ્દ્દા નથી તેથી બુદ્ધિનું પ્રદર્શન કરે છે-રાજુ ધ્રુવ

આ અંગે ભાજપના નેતા રાજુ ધ્રુવે કહ્યું હતુ કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, તેથી આવા મુદ્દાઓ પર રાજનિતી કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે. ભાજપ દ્વારા સસ્તા અનાજની દુકાન બહાર થેલીઓ આપવામાં આવી છે. દુકાનની અંદર રાખવામાં આવી નથી એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા પહેલા લોકડાઉનથી અત્યાર સુધી કોરોનાકાળમાં લોકોના પેટનો ખાડો પુરાય તે માટે મફતમાં અનાજ વિતરણ કર્યું છે, ત્યારે કોંગ્રેસ બિનજરૂરી મુદ્દાઓ આધારીત રાજનિતી કરી રહ્યું છે.

 

આ પણ વાંચો : ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, ગણેશ મહોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને મંજૂરી

 

આ પણ વાંચો : Gujarat હાઇકોર્ટે ધોરણ 10ના ગણિતના માર્ક ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધ્યાને લેવાની અરજી ફગાવી, ધોરણ 12ના પરિણામનો માર્ગ મોકળો

Click on your DTH Provider to Add TV9 Gujarati