Rajkot : વિધાનસભા ચૂંટણી પહેલા C R Paatil ની કાર્યકરોને શિખામણ, ટોપી પહેરજો પણ કોઈને ઉંધી ટોપી ના પહેરાવતા, ભ્રષ્ટાચાર સાંખી નહી લેવાય

ભ્રષ્ટાચાર(Corruption)  સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આકરું નિવેદન આપ્યુ છે,તેણે કહ્યું કે, કોઇ ખોટું કરતું હોય તો તેની માહિતી મને આપજો,હું નામ પણ ગુપ્ત રાખીશ અને તપાસ પણ કરાવીશ.

Rajkot : વિધાનસભા ચૂંટણી પહેલા C R Paatil ની કાર્યકરોને શિખામણ, ટોપી પહેરજો પણ કોઈને ઉંધી ટોપી ના પહેરાવતા, ભ્રષ્ટાચાર સાંખી નહી લેવાય
Gujarat BJP chief CR Paatil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 12:16 PM

ગઈ કાલે સી આર પાટીલ (CRPaatil) રાજકોટની મુલાકાતે હતા.સમુહ લગ્નમાં હાજરી આપ્યા બાદ સી આર પાટીલે અપેક્ષિત કાર્યકર્તાઓની શુભેચ્છક બેઠકમાં હાજરી આપી હતી.જેમાં ભ્રષ્ટાચાર(Corruption)  સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આકરું નિવેદન આપ્યુ છે,તેણે કહ્યું કે, કોઇ ખોટું કરતું હોય તો તેની માહિતી મને આપજો,હું નામ પણ ગુપ્ત રાખીશ અને તપાસ પણ કરાવીશ.વધુમાં તેમણે કહ્યું કે,પદાધિકારી કે હોદ્દેદાર ભ્રષ્ટ્રાચાર કરતા હશે તો તેમને પણ ટિકિટ (Ticket) આપવામાં આવશે નહીં.

ફરી એકમંચ પર જોવા મળ્યા સી.આર.પાટીલ અને નરેશ પટેલ

તમને જણાવી દઈએ કે, ગુજરાત( Gujarat) ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Paatil) અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel) ફરી એકવાર એક મંચ પર જોવા મળ્યા હતા. રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં બંને નેતાઓ સામેલ થયા હતા. મહત્વનું છે કે, એક તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા થઈ રહી છે. બીજી તરફ તદ્દન વિરોધાભાસી દ્રશ્યોથી રાજકીય ગરમાવો આવ્યો છે.આ પહેલો એવો પ્રસંગ નથી કે સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ પહેલાં જામનગરમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાયા હતા. જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાએ રામ કથાનું આયોજન કર્યું હતું. જેમાં બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા..જે તે સમયે નરેશ પટેલની ભાજપ સાથે નિકટતા કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જો કે નરેશ પટેલ આજદીન સુધી મગનું નામ મરી નથી પાડી રહ્યા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">