National Games: રાજકોટમાં નેશનલ હોકી સ્પર્ધાનું શાનદાર સમાપન, વિજેતા ટીમોને મેડલથી નવાજવામાં આવ્યા

National Games: રાજકોટમાં રમાઈ રહેલા નેશનલ ગેમ્સમાં હોકી સ્પર્ધાનું શાનદાર સમાપન કરવામા આવ્યુ. આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ વિજેતા ટીમોને મેડલ એનાયત કર્યા હતા. મહિલા હોકીમાં પંજાબને રજત, મધ્યપ્રદેશને કાંસ્ય તેમજ ઝારખંડ ચોથા ક્રમે જ્યારે પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશને રજત, મહારાષ્ટ્રને કાંસ્ય તેમજ હરિયાણા ચોથા ક્રમે રહ્યુ હતુ.

National Games: રાજકોટમાં નેશનલ હોકી સ્પર્ધાનું શાનદાર સમાપન, વિજેતા ટીમોને મેડલથી નવાજવામાં આવ્યા
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:13 PM

રાજકોટમાં રમાઈ રહેલા 36મા નેશનલ ગેમ્સમાં હોકી (Hockey)ની ફાઈનલ મેચ બાદ શાનદાર સમાપન સમારોહ અને મેડલ સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) વિજેતા ટીમોને મેડલ એનાયત કર્યા હતા. હોકીની નેશનલ ગેમ્સ (National Games) માં મહિલા હોકીમાં હરિયાણાએ પંજાબ સામે 1-0 ગોલ સાથે અને પુરુષ હોકીમાં કર્ણાટક સડન ડેથમાં ઉત્તરપ્રદેશને હરાવીને 05-04 ગોલથી ચેમ્પિયન બન્યું હતું. વિજેતા ટીમોને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

આજે (10.11.2022) મહિલા હોકીમાં હરિયાણા અને પંજાબ વચ્ચે જયારે પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જયારે ત્રીજા અને ચોથા નંબર માટે ઝારખંડ અને મધ્યપ્રદેશ મહિલા હોકી ટીમ વચ્ચે તેમજ મહારાષ્ટ્ર અને હરિયાણા પુરુષ હોકી ટીમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં મહિલા હોકીમાં પંજાબને રજત, મધ્યપ્રદેશને કાંસ્ય તેમજ ઝારખંડ ચોથા ક્રમે તેમજ પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશને રજત, મહારાષ્ટ્રને કાંસ્ય તેમજ હરિયાણા ચોથા ક્રમે વિજેતા જાહેર થયું હતું.

જાહેર થયેલા પરિણામો મુજબ મહિલા હોકીમાં ફાઈનલમાં હરિયાણા 01-00થી પંજાબ સામે, ત્રીજા-ચોથા ક્રમ માટે મધ્યપ્રદેશ 05-02 ગોલથી ઝારખંડ સામે વિજેતા બની હતી. જ્યારે પુરુષ હોકીમાં ફાઈનલમાં કર્ણાટક 02-02ની બરોબરી બાદ શુટઆઉટ અને સડન ડેથ બાદ 05-04થી ઉત્તર પ્રદેશ સામે જ્યારે ત્રીજા ચોથા ક્રમ માટે મહારાષ્ટ્ર પેનલ્ટી શૂટઆઉટમાં 03-01 ગોલથી હરિયાણા સામે વિજેતા બની હતી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

મેચના અંતે યોજાયેલી મેડલ સેરેમનીમાં મંત્રી જીતુ વાઘાણી સાથે મેયર ડો.પ્રદીપ ડવ, સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય લાખા સાગઠીયા, ડે. મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, કલેકટર અરુણ મહેશ બાબુ, ડી.ડી.ઓ દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, એ.કે.સિંહ, સી.કે. નંદાણી, ડી.એસ.ઓ., રમત ગમત અધિકારી તેમજ પદાધિકારીઓ અને મેચ ઓફિશિયલ્સ જોડાયા હતા.

આજની ફાઈનલ મેચ સહિતની મેચને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓએ ચીઅરઅપ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાજકોટમાં ખરા અર્થમાં યુનિટી સાથે તમામ મેચનું સુનિયોજિત આયોજન કરવામાં આવતા રાજકોટ વાસીઓમાં ખેલ પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">