સાંસદની સંવેદના-કોરોનામાં અનાથ થયેલા 54 બાળકોને 11-11 હજારની સહાય કરી જન્મદિવસ ઉજવ્યો

તેમણે જણાવ્યુ હતું કે, એક કર્મઠ અને પ્રજાવત્સલ આગેવાન તરીકેની તેમની સમાજસેવાની ભાવનામાંથી પ્રેરણા લઈ કંપની વર્તી રૂ. 5,94,000 (અંકે પાંચ લાખ ચોરાણું હજાર પુરા)નું યોગદાન કોવિંડ-19ના (Corona Pandemic) લીધે અનાથ થયેલા બાળકોને અર્પણ કરતાં અમે કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.

સાંસદની સંવેદના-કોરોનામાં અનાથ થયેલા 54 બાળકોને 11-11 હજારની સહાય કરી જન્મદિવસ ઉજવ્યો
સાંસદ રામ મોકરીયા (ફાઈલ ઈમેજ)
Mohit Bhatt

| Edited By: Nidhi Bhatt

Jun 06, 2022 | 5:39 PM

દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ આનંદ ઉલ્લાસ સાથે ઉજવતું હોય છે. જો કે, કેટલાક લોકો પોતાનો જન્મદિવસ લોકસેવા સાથે પણ ઉજવતા હોય છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ (Rajya Sabha MP Ram Mokria) પણ પોતાનો જન્મદિવસ કોરોનામાં મૃત્યુ પામેલા માતા પિતાના અનાથ બાળકોને સેવાની સરવાણી કરીને ઉજવ્યો છે. ગુજરાતથી (Gujarat News) રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના પહેલી જૂનના રોજ તેમના જન્મદિવસને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

રામભાઈ નિઃસ્વાર્થભાવે સમાજના ઉત્કર્ષ માટે અવિરતપણે કાર્યરત છે અને તેમના આ સેવાકીય કાર્યોના વારસાને આગળ ધપાવતાં પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમને અનુસરી રામ મોકરિયાએ કોવિડ-19ના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 54 બાળકોને વ્યક્તિગતપણે રૂ. 11,000 (અંકે અગિયાર હજાર પુરા) લેખે કુલ રૂ. 5,94,000 (અંકે પાંચ લાખ ચોરાણું હજાર પુરા) ની સહાય પૂરી પાડીને તેમણે ઉત્કૃષ્ટ સામાજિક જવાબદારી નિભાવી છે અને જરૂરિયાતમંદોને મદદ કરવા સમાજને એક નવી રાહ ચીંધી છે.

આ અંગે રામ મોકરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનામાં માતા પિતા ગુમાવનાર અનાથ થયેલા બાળકોને 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપતા હોય ત્યારે અમોને પણ આ સેવાકાર્ય માં સહભાગી થવાનો વિચાર કરેલ જેથી મારા જન્મદિવસે અમે અનાથ બાળકોને સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો. એક કર્મઠ અને પ્રજાવત્સલ આગેવાન તરીકેની તેમની સમાજસેવાની ભાવનામાંથી પ્રેરણા લઈ કંપની વર્તી રૂ. 5,94,000 (અંકે પાંચ લાખ ચોરાણું હજાર પુરા)નું યોગદાન કોવિંડ-19ના લીધે અનાથ થયેલા બાળકોને અર્પણ કરતાં અમે કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.

કોરોનામાં પણ રામ મોકરિયાની સંવેદના જોવા મળી હતી

રામ મોકરિયા એક રાજકીય વ્યક્તિની સાથે સાથે તેઓ એક વેપારી પણ છે ત્યારે તેઓની કંપની દ્વારા ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને કંપનીના મુદ્રાલેખ તરીકે સ્થાપિત કરતા વિવિધ સેવાકાર્યોમાં અગ્રીમ ભૂમિકા ભજવતી રહી છે. ગત વર્ષે કોવિડ મહામારીના કપરા સમયમાં સમગ્ર દેશ વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો ત્યારે રામ મોકરિયાની કંપની દ્વારા પીએમ કેર્સ ફંડમાં રૂ, 1,08,00,000 (રૂપિયા એક કરોડ આઠ લાખ) અર્પણ કર્યા હતા. આ ઉપરાંત કંપની દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ રૂ. 10,80,000 (રૂપિયા દસ લાખ એંસી હજાર) પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

કર્મનિષ્ઠ રામભાઈના નેતૃત્વ હેઠળ કંપની દ્વારા હાથ ધરાયેલા સામાજિક કામોથી પ્રેરણા લઈને કંપનીના કર્મયોગીઓએ પણ રાષ્ટ્રસેવામાં યોગદાન આપતાં દરેક સ્ટાફના એક દિવસના પગારની કુલ રૂ. 8,10,000 (રૂપિયા આઠ લાખ દસ હજાર)ની રકમ પીએમ કેર્સ ફંડમાં જમા કરાવી હતી. આમ રામ મોકરિયા અને તેની કંપની દ્વારા કુલ રૂ. 1,26,90,000 (રૂપિયા એક કરોડ છવ્વીસ લાખ નેવું હજાર) દેશની સેવા માટે અર્પણ કરેલા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati