શું નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે તો ખોડલધામ ટ્રસ્ટના બંધારણનો અનાદર કરશે ?

શું નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે તો ખોડલધામ ટ્રસ્ટના બંધારણનો અનાદર કરશે ?
If Naresh Patel enters politics, he will disrespect the constitution of Khodaldham Trust

આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટમાં રાજકીય વ્યક્તિને પ્રવેશ નહિ હોવાનો બંધારણનો મારે આદર કરવો જ જોઇએ અને આ આદર પ્રમાણે મારે ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવું જોઇએ.

Mohit Bhatt

| Edited By: Utpal Patel

Mar 28, 2022 | 11:07 PM

ખોડલધામ (Khodaldham) ટ્રસ્ટ એ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે. આ ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારે ટ્રસ્ટનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટમાં શામેલ વ્યક્તિ જો કોઇ ચૂંટણી (Election) લડે અથવા તો રાજકીય પક્ષ સાથે જોડાય તો તેઓએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપવું પડે એટલે કે જો નરેશ પટેલ કોઇ પક્ષમાં જોડાય તો તેઓએ ચેરમેન પદેથી રાજીનામૂં આપવું પડે,પરંતુ ખૂદ નરેશ પટેલ જ આ બંધારણનો અનાદર કરવા જઇ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. નરેશ પટેલ (Naresh Patel)રાજકારણમાં પ્રવેશ કરે તો પોતે ચેરમેન પદે પણ કાયમ રહેશે તેવો આડકતરો ઇશારો કરી દીધો છે.

સમાજ કહે છે રાજકારણ પણ કરો અને ટ્રસ્ટમાં પણ રહો-ખોડલધામ પ્રવક્તા

સરદાર પટેલ ભવન ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં ખોડલધામના પ્રવક્તાએ કહ્યું હતું કે ઘણાં સમયથી એક સવાલ આવી રહ્યો છે કે રાજકારણમાં પ્રવેશ સાથે ટ્રસ્ટ છોડશો કે કેમ,આ સવાલના જવાબમાં યુવાનો અને સમાજની લાગણી એવી છે કે નરેશભાઇ રાજકારણમાં પ્રવેશ પણ કરે તો પણ તેઓ ખોડલધામ સાથે જોડાયેલા રહે અને યુવાનોને માર્ગદર્શન કરે.

મારે બંધારણનો આદર કરવો જોઇએ,પછી સમાજ કરે તેમ-નરેશ પટેલ

આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટમાં રાજકીય વ્યક્તિને પ્રવેશ નહિ હોવાનો બંધારણનો મારે આદર કરવો જ જોઇએ અને આ આદર પ્રમાણે મારે ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવું જોઇએ. પરંતુ સમાજની જે લાગણી હોય તેને પણ મારે સ્વીકારવી જોઇએ.એટલે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ આવશે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ અને સમાજના લોકો જે નિર્ણય લેશે તે સ્વીકાર્ય રહેશે.

અગાઉ ત્રણ ટ્રસ્ટીઓએ આપ્યા હતા રાજીનામા

ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઇ ત્યારથી જો કોઇ રાજકીય વ્યક્તિઓને ચૂંટણી લડવી હોય તો ટ્રસ્ટમાંથી રાજીનામું આપવું પડે તેવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું આ બંધારણ મુજબ ટ્રસ્ટમાંથી ત્રણ ટ્રસ્ટીઓ વર્ષ 2017માં રાજીનામાં આપ્યા હતા.વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર દિનેશ ચોવટીયા,રવિ આંબલિયા અને મિતુલ દોંગાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું ત્યારે નરેશ પટેલના રાજકીય પ્રવેશ પહેલા તેઓએ ટ્રસ્ટ છોડવું પડે પરંતુ અંતે તો તેનું ટ્રસ્ટી મંડળ નિર્ણય લેશે.

આ પણ વાંચો : Glenn Maxwell Marriage: ગ્લેન મેક્સવેલે તમિલ રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, હાથમાં માળા લઈને કર્યો ડાન્સ, જુઓ વીડિયો

આ પણ વાંચો : અમદાવાદ : રખિયાલમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મોત, બોર્ડની પરીક્ષા દરમિયાન આવ્યો એટેક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati