મેં માતૃભૂમિની રક્ષામાં કોઇ કસર છોડી નથી, ગુજરાત આજે ઔધોગિક વિકાસનું હબ બન્યું : PM MODI

PM MODIએ આટકોટમાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજે ગુજરાતનો વિકાસ દરેક ખૂણે અને દરેક દિશામાં થયો છે. ગુજરાતની દરેક દિશામાં આજે વિકાસ નજરે જોવા મળે છે.

મેં માતૃભૂમિની રક્ષામાં કોઇ કસર છોડી નથી, ગુજરાત આજે ઔધોગિક વિકાસનું હબ બન્યું : PM MODI
ગુજરાતે દરેક ક્ષેત્રે અને દરેક દિશામાં વિકાસની હરણફાળ ભરી છે : PM
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

May 28, 2022 | 1:12 PM

Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) આટકોટમાં (ATKOT) મલ્ટિ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના(KD HOSPITAL) લોકાર્પણ પ્રસંગે પ્રવચન કર્યું. આ સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે આજે ગુજરાત વિકાસના દરેક આયામો સિદ્ધ કર્યા છે. એમાં પણ ઉદ્યોગના ક્ષેત્રે ગુજરાતના દરેક ખૂણે વિકાસ થયો છે.

એક સમયે વડોદરાથી વાપી સુધી જ વિકાસ દેખાતો, આજે ગુજરાતના દરેક ખૂણે વિકાસ દેખાય છે : PM

વડાપ્રધાને જણાવ્યું કે એક સમય એવો હતો કે ગુજરાતમાં વડોદરાથી વાપી સુધીના ગોલ્ડન કોરીડોરનો વિકાસ એજ માત્ર ગુજરાતનો વિકાસ હતો. પરંતુ આજે તમે ગુજરાતના કોઇપણ ખૂણે કે કોઇપણ દિશામાં જાવ ત્યાં ઔધોગિક વિકાસ નજરે પડે છે. આજે ગુજરાતના દરેક દિશાઓમાં નાના ઉદ્યોગો, નાના કારખાના અને નાનામાં નાની ધંધાકીય પ્રવૃતિઓ ધમધમતી જોવા મળશે.

રાજકોટ એન્જિનરીંગ હબ છે. દરેક ગાડીના પાર્ટસ રાજકોટમાં બને છે : PM MODI

આ સાથે પોતાના પ્રવચનમાં મોદીએ રાજકોટના એન્જિનિયરીંગ ઉદ્યોગના વિકાસની વાત કરતા જણાવ્યું કે દેશના કોઇપણ જગ્યાએ નાની કે મોટી કાર કે ગાડીઓ બનતી હોય ત્યારે રાજકોટના ઓટોમોબાઇલ પાર્ટસની જરૂર દરેકને પડતી રહે છે.

દિલ્હી-મુંબઇ સિક્સલેન કોરીડોરનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળશે : PM MODI

આ ઉપરાંત વડાપ્રધાને બુલેટ ટ્રેનની કામગીરીની વાત કરતા જણાવ્યું કે તેજ ગતિથી આ કામગીરી ચાલી રહી છે. અમદાવાદથી મુંબઇ સુધી આ વિકાસ ગતિની ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ સાથે દિલ્હી-મુંબઇ કોરીડોરના વિકાસ થકી ગુજરાતના ઉદ્યોગના વિકાસને મોટો લાભ મળશે તેમ મોદીએ ઉમેર્યું હતું. આ દિલ્હી-મુંબઇ સિક્સલેન કોરીડોરના વિકાસનો લાભ ગુજરાતના બંદરોને પણ મળશે તેમ પીએમએ જણાવ્યું.

MSME- ગુજરાતની સૌથી મોટી તાકાત તરીકે ઉભર્યું છે : PM MODI

આ સાથે વડાપ્રધાને જણાવ્યું કે વિકાસ કેવી રીતે થાય તે આપણે આજે જોયું છે. MSME- ગુજરાતની સૌથી મોટી તાકાત તરીકે ઊભર્યું છે. અને એમએસએમઇ (MSME) થકી ગુજરાતે વિકાસના નવા આયામો સિદ્ધ કર્યા છે.

આજે કાઠીયાવાડ-કચ્છના લોકોને વતનમાં જ રોજગાર મળી રહે છે : PM MODI

એકસમયે કચ્છ-સૌરાષ્ટ્રમાં મીઠાના ઉદ્યોગ સિવાય કોઇ ઉદ્યોગ ન હતો. અને, કાઠિયાવાડ અને કચ્છી લોકોને રોજગાર માટે દેશના બીજા શહેરોમાં જવું પડતું હતું. પરંતુ, આજે કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને અહીં જ રોજગારી મળી રહી છે. કચ્છની ભૂમિમાં જ એટલો વિકાસ થયો છેકે દેશના ખૂણેખૂણેથી લોકો અહીં કમાવવા આવે છે. આજે ગુજરાતના બંદરો ધમધમી રહ્યા છે. આ છે ગુજરાતનો વિકાસ

ગુજરાતે ફાર્મા ઉદ્યોગ, સિરામીક અને બ્રાસ ઉદ્યોગમાં વિશ્વભરમાં નામના મેળવી : PM MODI

મોરબીનો સિરામિક ઉદ્યોગ, જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે વિશ્વભરમાં નામના મેળવી રહ્યો છે. હવે તો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પણ ગુજરાતમાં ધમધમે છે. આજે ફાર્મા ઉદ્યોગમાં પણ ગુજરાતે કાઠુ કાઢયું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati