રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટીંગ, ગાજવીજ અને ભારે પવનના કારણે પાર્ક કરેલા વાહનો પડી ગયા, રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ (Heavy Rain) રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટીંગ, ગાજવીજ અને ભારે પવનના કારણે પાર્ક કરેલા વાહનો પડી ગયા, રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા
Heavy Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 7:01 PM

રાજકોટમાં (Rajkot Heavy Rain) આજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણ ગાઢ બન્યું હતું અને વાજળીના કડાકા તેમજ જોરદાર પવન સાથે મેઘરાજાએ જોરદાર બેટીંગ શરૂ કરી હતી. વીજળીના અવાજથી બિલ્ડીંગના કાચ ધ્રુજી ઉઠ્યા હતા. તો ભારે પવનને કારણે રાજકોટની સોપાન હાઈટ્સ બિલ્ડીંગમાં પાર્ક કરેલા વાહનો પડી જવાની ઘટના બની હતી. જોકે, આવા તોફાની વરસાદને કારણે જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

રાજમાર્ગો ફેરવાયા નદીમાં, અનેક વૃક્ષો ધરાશાયી

ઉલ્લેખનીય છે કે, અસહ્ય બફારાને કારણે લોકો પણ અકળાઈ ઉઠ્યા હતા. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળતા અને વરસાદ આવતા લોકોને પણ રાહત મળી છે. ધોધમાર વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર બે-બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા. તેમજ પાણી ભરાવાને કારણે લોકોને હાલાકિ થઈ હતી તેમજ ભારે પવન હોવાથી અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી છે.

આજે રવિવાર રજાનો દિવસ હોય બાળકો પણ વરસાદના કારણે ઝુમી ઉઠ્યા હતા. પરંતુ દિવસે પણ ખાસ્સું અંધારૂ થયું હોવાથી અને વિજળીના ચમકારાને લીધે થોડો ડર પણ અનુભવ્યો હતો. લગભગ દોઢ ઈંચ કરતા પણ વધારે વરસાદ પડી ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

હવામાન વિભાગે કરી હતી આગાહી

ઉલ્લેખનીય છે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચન અપાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ. પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા.

સૌથી વધુ જૂનાગઢ, વિસાવદરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો. તો માળિયાહાટીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા. આ ઉપરાંત માણાવદરમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. તો રાજકોટના ઉપલેટામાં દોઢ ઈંચ અને ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. તો આ તરફ અમરેલીના લાઠીમાં એક ઈંચ અને બગસરામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">