સૌરાષ્ટ્રમાં મેઘો અનરાધાર, રાજકોટ શહેરમાં 2 કલાકમાં ચાર ઈંચ વરસાદ, લોધિકામાં આભ ફાટ્યું

રાજકોટ ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર 4થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. રાજકોટ શહેરમાં મેઘતાંડવના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

રાજકોટ (Rajkot)માં મેઘ પ્રકોપ વર્તાયો છે. શહેરને મેઘરાજાએ એવું ઘમરોળ્યું છે કે જ્યાં જુઓ ત્યાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. જળતરબોળ થઈ ગયેલા રાજકોટ શહેરમાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા. મેઘમહેરની જગ્યાએ હવે મેઘ કહેર વર્ષી રહી છે તેવું લાગી રહ્યું છે.

 

રાજકોટ ગ્રામ્યમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટના લોધીકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાય છે. બે કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ 2 કલાકમા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. પડધરીમાં 3 ઈંચ, ધ્રોલમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જુનાગઢમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના વિસાવદરમાં પણ ઘણો વરસાદ વરસી ચુક્યો છે. વિસાવદરમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે.

 

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગર પીપળીયા ગામે વીજુડી ડેમના ચેકડેમના પુલ ઉપરથી નગર પીપળીયા ગામના ખેડૂતની ઈકો કાર ફસાઈ હતી. વાડીમા ઢોર-ઢાંખરાના કામ માટે ગયેલ ઈકો કાર ચેકડેમના પુલ ઉપરથી પાણીમાં ફસાઈ હતી.

 

કાર પાણીના વહેણમાંથી પસાર થતી હતી, પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ચાલક કારના સ્ટિયરિંગ પર કાબૂ રાખી શક્યા ન હતા. રાજકોટ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતી છે. અનેક ગામો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાય ગયા છે.

 

આ પણ વાંચો : JAMNAGAR RAIN : કાલાવાડ અને ગ્રામ્યપંથકોમાં આભ ફાટયું, અલિયાબાડા અને બાંગા ગામ બેટમાં ફેરવાયા

 

આ પણ વાંચો : Maharashtra Rain : મુંબઈમાં ભારે વરસાદની આગાહી, કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati