ગુજરાતના(Gujarat)સૌરાષ્ટ્રમાંથી(Saurashtra)તિરૂપતિની(Tirupati)યાત્રા માટે ગયેલા પ્રવાસીઓ ફસાયા છે. જેમાં ચિત્તુર જિલ્લાના તિરુપતિમાં ભારે વરસાદના(Heavy Rain) પગલે ટ્રેન (Train)પણ રદ્દ થઈ છે.જેને કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ સૌરાષ્ટ્રના 50 જેટલા પ્રવાસીઓ રસ્તા પર સમય વિતાવવા મજબૂર બન્યા છે. તેમજ ફસાયેલા પ્રવાસીઓ તંત્ર પાસે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગ કરી રહ્યા છે.
તેમજ તિરૂપતિ ગયેલા પ્રવાસીઓની આવવાની ટ્રેન રદ થતાં હવે ટ્રેન એક સપ્તાહ બાદ મળે તેવી શક્યતા છે. તેથી આ પ્રવાસીઓ ગુજરાત આવવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગુરુવારે આંધ્રપ્રદેશના ચિતૂર અને તેની આસપાસના જિલ્લામાં ભારે વરસાદ પડયો છે. જેના પગલે તિરૂપતિ મંદિરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ ભગવાન વેંકટેશ્વરના નિવાસ સ્થાન તીરુંમાલામાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ છે.
તેમજ તિરૂપતિ મંદિરના રસ્તા પર પાણી ભરાવાના પગલે યાત્રિકો રોડ પર ફસાયેલા જોવા મળ્યા હતા.તીરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ સત્તાવાળાઓએ આ ટેકરી પર ફસાયેલા લોકોના ભોજનની અને રહેવાની વ્યવસ્થા કરી છે.જયારે ભારે વરસાદથી તીરૂમાલા પહાડી પર ભૂસ્ખલન પણ થયું છે તેથી ઘાટી તરફ જતાં બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રેનીગુટામાં એરપોર્ટ પણ વરસાદી પાણીમાં ડૂબી ગયું છે. જેના લીધે વિમાનનું લેન્ડિંગ અટકાવવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : વડોદરામાં સાવલીના લામડાપુરામાં ફેક્ટરીમાં આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને કોઇ આમંત્રણ આપ્યું નથી : સી.આર.પાટીલ