RAJKOT: શ્રાવણના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધ્યા, જાણો સિંગતેલના ડબ્બાનો ભાવ

મોંઘવારીમાં પિસાતી જનતા રાંધણ ગેસ, દૂધ, પેટ્રોલ, ડીઝલના ભાવથી પહેલાથી જ પરેશાન છે, જે બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 27, 2021 | 3:13 PM

GUJARAT : શ્રાવણ મહિનાના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધ્યા છે.રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં 15 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2465 રૂપિયાથી વધીને 2490 પહોચ્યો છે. તો કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 30 રૂપિયા વધી ગયા છે. તો પામોલિન તેલમાં પણ ડબ્બાદીઠ 25 રૂપિયા વધી ગયા છે.પામોલિન તેલના ડબ્બાનો ભાવ બે હજારને પાર થઈ ગયો છે. મોંઘવારીમાં પિસાતી જનતા રાંધણ ગેસ, દૂધ, પેટ્રોલ, ડીઝલના ભાવથી પહેલાથી જ પરેશાન છે, જે બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.શ્રાવણના તહેવારો પર ખાદ્યતેલના ભાવો વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ડિસેમ્બર સુધી ભાવ નહિ ઘટે-વેપારી
સિંગતેલના વેપારી ભાવેશ પોપટનું કહેવું છે કે સિંગતેલના ભાવ નવેમ્બર ડિસેમ્બર સુધી ઘટે તેવી કોઇ શક્યતા નથી.હાલમાં મગફળીની આવક ઓછી છે.બજારમાં ક્યાંય મગફળીનો જથ્થો ઉપલબ્ધ નથી જે જથ્થો છે તે ભેજવાળો છે અને સૂકી મગફળીના ભાવ ઉંચા છે જેથી આ ભાવ વધારો થયો છે.બીજી તરફ મગફળી સિવાયના  કપાસિયા તેલ,સોયાબીન તેલ અને પામોલીન તેલમાં પણ તેજી આવી છે જેના કારણે સિંગતેલના ભાવમાં પણ તેજી આવી રહી છે.જો સારો વરસાદ થાય અને મગફળીનું ઉત્પાદન સારૂ થાય તો ભાવમાં ઘટાડો થઇ શકે છે જો કે તહેવારોની સિઝનમાં મોંધવારીનો ડામ લાગી શકે છે.

આ પણ વાંચો : RAJKOT : જામકંડોરણામાં દૂધીવદર ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">