Groundnut Oil Price: સિંગતેલનાં ભાવમાં જોરદાર કડાકો, કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં પણ ઘટાડો

Groundnut Oil Price : છેલ્લા કેટલાક સમયથી સિંગતેલના ભાવમાં વધારો થયો હતો. આ વચ્ચે છેલ્લા 1 મહિનામાં સિંગતેલના ભાવમાં 160 રૂપિયાનો ઘટાડો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 12:04 PM

Groundnut Oil Price : છેલ્લા કેટલાય સમયથી સિંગતેલ સહિતનાં તેલનાં ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. જે બાદ હવે ભાવમાં જોરદાર કડાકો પણ નોંધાયો છે. રાજકોટમાં એકધારી તેજી બાદ આખરે સિંગતેલ (Groundnut Oil)નાં ભાવમાં ઘટાડો થયો છે.

એક મહિનામાં સિંગતેલના ભાવમાં 160 રૂપિયાનો કડાકો થયો છે. તો સિંગતેલના 15 કિલોનાં ડબ્બાનો ભાવ 2360એ પહોંચ્યો છે. એક સપ્તાહ પહેલા સિંગતેલનો ભાવ 2600 રૂપિયા આસપાસ હતો.

જ્યારે કે કપાસિયા તેલમાં 95 રૂપિયાનો ઘટાડો નોંધાવા પામ્યો છે.તો કપાસિયા તેલનો ડબ્બો 2275 એ પહોંચ્યો છે.ખાદ્ય તેલનાં ભાવમાં ઘટાડાને લઈને ગૃહિણીઓનાં મોઢા પર હાશ વર્તાઈ છે. પામોલિન તેલના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે. પામોલિનમાં ડબ્બે રૂપિયા 225નો ઘટાડો થયો છે. પામોલિન તેલના ડબ્બાનો રૂપિયા 1825નો થયો છે. સનફલાવર તેલમાં ભાવમાં ડબ્બે રૂપિયા 340નો ઘટાડો થયો છે. સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડા સાથે ડબ્બો રૂપિયા 2200નો થયો છે.

 

વેપારીઓનું માનવું છે કે સાઉથ ઇન્ડિયાના વેપારીઓની લેવાલી ઘટતા ભાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ઉનાળું મગફળી બજારમાં મબલખ આવી છે. જેના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલની સૌથી વધુ માંગ રહે છે. રાજ્યમાં અંદાજે 4.5 થી 54 ટન લાખ સિંગતેલનું ઉત્પાદન થાય છે. વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક તેજીના કારણે ભાવ ઉંચકાઇ રહ્યા છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે રાજ્યમાં મગફળીનું સરેરાશ 25થી 30 લાખ ટનનું ઉત્પાદન થાય છે. છતાં ગરીબો તેલથી વંચિત રહે છે. વચેટિયાની નફાખોરીમાં ખેડૂતો અને ગ્રાહક બંને લૂંટાઇ રહ્યાં છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">