Rajkot: આંગડિયા પેઢીના કર્મચારીએ લૂંટનો કારસો રચ્યો, મદદ કરનાર મિત્રના પોલીસને જોઈને ઉડી ગયા હોંશ

સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બે અજાણ્યા શખ્સોએ તેની પાસેથી રૂપિયાની લૂંટ (Robbery) ચલાવી. આ અંગે જ્યારે પોલીસે તપાસ કરી અને આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા આવો કોઈ જ બનાવ ન બન્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું.

Rajkot: આંગડિયા પેઢીના કર્મચારીએ લૂંટનો કારસો રચ્યો, મદદ કરનાર મિત્રના પોલીસને જોઈને ઉડી ગયા હોંશ
આરોપી સંજય (બ્લેક શર્ટ), મૃતક કેતન
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 21, 2021 | 8:24 PM

Rajkot: રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે સંજય ભીમાણી (Sanjay Bhimani) નામના યુવકે પોલીસને પોતાની સાથે 30 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની રજૂઆત કરી, જેના આધારે પોલીસ દોડતી થઈ ગઈ. સંજય ભીમાણીએ પોલીસને કહ્યું હતુ કે તે પોતે બાલાજી હોલ નજીક આવેલી એસ.જી એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીનો કર્મચારી છે અને તેના માલિક નિલેશ ભાલોડિયાએ તેને બેંકમાંથી 30 લાખ રૂપિયા ઉપાડવા માટે આપ્યા હતા.

જો કે સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બે અજાણ્યા શખ્સોએ તેની પાસેથી રૂપિયાની લૂંટ (Robbery) ચલાવી. આ અંગે જ્યારે પોલીસે તપાસ કરી અને આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા આવો કોઈ જ બનાવ ન બન્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું. જે બાદ પોલીસે સંજયની પુછપરછ શરૂ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેને લૂંટનું તરકટ રચ્યું હોવાની કબુલાત આપી હતી. જેના આધારે પોલીસે આંગડિયા પેઢીના માલિક નિલેશ ભાલોડિયાની ફરિયાદના આધારે સંજયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પોલીસને જોતા જ સંજયના મિત્રએ કરી આત્મહત્યા

આ બનાવમાં પોલીસે સંજય પાસેથી રૂપિયાની રીકવરી કરી રહી હતી. આ દરમિયાન સંજયે 30 લાખ રૂપિયા તેના પિતરાઈ ભાઈને આપ્યા હતા અને પિતરાઈ ભાઈએ તેની સાથે કારખાનામાં આવતા કેતન નામના વ્યક્તિને આપ્યા હોવાનું સામે આવતા પોલીસ જ્યારે નવાગામ ખાતે આવેલી કેતનભાઈની ભઠ્ઠીએ આ રૂપિયા લેવા માટે પહોંચી, ત્યારે પોલીસને જોઈને કેતન ડરી ગયો હતો અને તેને પોતાના કારખાનામાં પોલીસની હાજરીમાં જ એસિડ પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

પોલીસે તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા અને જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કેતનભાઈના બનેવીએ આ અંગે કહ્યું હતુ કે તેઓ અને તેના પરિવારજનો સંજય ભીમાણીને જાણતા નથી, તેના પિતરાઈ ભાઈ સાથે કોઈ સંપર્ક હોય શકે છે, ત્યારે કેતનભાઈને રૂપિયા શા માટે આપવામાં આવ્યા તે અંગે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.

લોનના હપ્તા ચૂકવવા રચ્યું તરકટ

રાજકોટના ડ઼ીસીપી મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે લૂંટના આ તરકટમાં કેતન કંઈ જાણતો હતો કે નહીં તે તપાસનો વિષય છે, પરંતુ લૂંટ કરાયેલા રૂપિયા તેની પાસે હતા. જેથી પોલીસ તે રિકવર કરવા માટે પહોંચ્યા હતા. સંજય આ આંગડિયા પેઢીમાં ગત 1 તારીખથી જ જોડાયો હતો અને તેને લોનના હપ્તા ચડી ગયા હતા, જેથી આ લૂંટનું તરકટ રચ્યું હોવાની તેને પોલીસને કબુલાત આપી છે. હાલ તો પોલીસને ગુમરાહ કરવા અને આંગડિયા પેઢીના રૂપિયાની ચોરીના ગુનામાં પોલીસે સંજય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ પણ વાંચો: NIA દ્વારા નકલી ચલણી નોટના તસ્કરની કરાઈ ધરપકડ, નકલી ચલણી નોટના મોટા નેટવર્કનો થઈ શકે છે ખુલાસો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">