RAJKOT : PM MODIની મુલાકાત પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે ગુફ્તગુ

ખોડલધામ ટ્ર્સ્ટ દ્રારા જાન્યુઆરીમાં યોજાનાર વાર્ષિક પાટોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં છે.જો આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તો 2022ની ચૂંટણી પહેલાનું આ સૌથી મોટું પાટીદાર સંમેલન યોજાશે.

RAJKOT : PM MODIની મુલાકાત પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ  સાથે ગુફ્તગુ
Bharatsinh Solanki and Naresh Patel
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:07 PM

RAJKOT : લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલઘામમાં ફરી રાજકીય હલચલ જોવા મળી છે.આજે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા.ભરતસિંહ સોલંકીએ ખોડલધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી.ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલની બેઠકને ઔપચારિક મુલાકાત ગણાવી હતી.મહત્વનું છે કે જાન્યુઆરીમાં ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે ત્યારે તે પહેલા કોંગ્રેસના નેતા સાથેની ગુફ્તગુ ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

નરેશ પટેલને પદ્મશ્રી કેમ નહીં? : ભરતસિંહ સોલંકી ખોડલધામ ખાતેની મુલાકાત દરમિયાન ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલને પદ્મશ્રી આપવાની માંગ કરી હતી.ભરતસિંહે કહ્યું હતુ કે ભાજપ સરકાર જો કંગના રાણાવતને પદ્મશ્રી આપતી હોય તો નરેશ પટેલને પદ્મશ્રી કેમ નહીં? નરેશ પટેલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક સામાજિક અને ઘાર્મિક કામ કરે છે.સમાજમાં તેનું માન સન્માન અને પ્રતિષ્ઠા તથા મોભો છે તો તેમને પદ્મશ્રી મળવો જોઇએ તેવું જણાવ્યું હતું.

2022ની ચૂંટણી પહેલા ફરી ખોડલઘામ ચર્ચાનું કેન્દ્ર એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ના પડઘમ વાગી રહ્યા છે અને તેની સાથે જ ખોડલઘામ ખાતે રાજકીય ગતિવીધીઓ વઘતી જોવા મળી રહી છે.ખોડલધામ ટ્ર્સ્ટ દ્રારા જાન્યુઆરીમાં યોજાનાર વાર્ષિક પાટોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં છે.જો આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તો 2022ની ચૂંટણી પહેલાનું આ સૌથી મોટું પાટીદાર સંમેલન યોજાશે.બીજી તરફ ખોડલધામને આકર્ષવા માટે કોંગ્રેસ પણ પ્રયત્ન કરતી જોવા મળી રહી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

નરેશ પટેલ નિવેદનથી દુર રહ્યા આજે મુલાકાતમાં પ્રદેશ કોંગ્રેસ તરફથી કોઇ સંદેશો નરેશ પટેલને મોકલવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખોડલધામમાં થતી રાજકીય ગતિવીધીઓને લઇને નરેશ પટેલ મિડીયા સામે આવતા હોય છે પરંતુ આજે થયેલી ભરતસિંહ સોલંકી સાથેની બેઠક બાદ નરેશ પટેલ મિડીયાથી દૂર રહ્યા હતા અને કોઇ જ પ્રકારનું નિવેદન આપ્યું ન હતું એટલું જ નહિ નરેશ પટેલે મિડીયા સામે આવવાનું પણ ટાળ્યું હતું.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી, કોરોનાના નવા 44 કેસ, અમદાવાદ અને ભાવનગર શહેરમાં સૌથી વધુ કેસ

આ પણ વાંચો :Omicron Gujarat : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સર્તક, CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">