જામકંડોરણામાં વિરોધીઓ પર વરસ્યા PM Modi, કહ્યુ- ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટેની અમારી કાર્યવાહી સામે એક ટોળું કાગારોળ મચાવે છે’

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Tanvi Soni

Updated on: Oct 11, 2022 | 1:49 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) જામકંડોરણામાં વિશાળ જનસભા સંબોધી. જામકંડોરણા પહોંચેલા વડાપ્રધાન મોદીએ જનસભામાં બેઠેલી જનમેદનીનું અભિવાદન જીલ્યુ હતુ.

જામકંડોરણામાં વિરોધીઓ પર વરસ્યા PM Modi, કહ્યુ- 'ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટેની અમારી કાર્યવાહી સામે એક ટોળું કાગારોળ મચાવે છે'
વડાપ્રધાનના કોંગ્રેસ પર નામ લીધા વિના પ્રહાર
Image Credit source: TV9 GFX

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections) લઇને વડાપ્રધાન મોદી રાજ્યભરમાં મેરેથોન સભા અને રેલીઓ યોજી રહ્યા છે. ત્યારે ગુજરાત ત્રણ પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) જામકંડોરણામાં વિશાળ જનસભા સંબોધી. જામકંડોરણા પહોંચેલા વડાપ્રધાન મોદીએ જનસભામાં બેઠેલી જનમેદનીનું અભિવાદન જીલ્યુ હતુ. તો જયેશ રાદડિયા સહિતના BJP નેતાઓએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતુ. તો વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા જનમેદનીમાંથી મોદી મોદીના નારા લાગ્યા હતા. જામ કંડોરણામાં જંગી જાહેર સભામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ ભાજપ નેતા અને લોકસભાના મેમ્બર રહી ચુકેલા દિવંગત વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા હતા અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી મુદ્દે વિરોધીઓ પર પણ વડાપ્રધાન વરસ્યા હતા.

જયપ્રકાશ નારાયણ અને નાનજી દેશમુખને કર્યા નમન

વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, આ ભૂમિ પર આવુ એટલે વિઠ્ઠલભાઈની યાદ આવે જ.જામકંડોરણામાં આવુ દ્રશ્ય ક્યારેય જોવા નહી મળ્યુ હોય. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આજે બે મહાપુરુષના જન્મ દિવસ છે. જયપ્રકાશ નારાયણ અને નાનજી દેશમુખને આજે હું નમન કરૂ છુ. આ બંને મહાપુરુષોનું જીવન અમને કામ કરવાની તાકાત આપે છે. વડાપ્રધાને કહ્યુ જયપ્રકાશ નારાયણ આઝાદી સમયે તો લડતા જ રહ્યા સાથે જ આઝાદી પછી પણ વ્યવસ્થા બદલવા માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે આઝાદ ભારતની સરકારો સામે પણ લડતા રહ્યા. તો નાનજી દેશમુખે પણ એટલા જ સમર્પણ ભાવે રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યુ.

ભ્રષ્ટાચારીઓ પર મોટો પ્રહાર

PM મોદીનો ભ્રષ્ટાચારીઓ પર મોટો પ્રહાર કર્યો. નામ લીધા વગર PM મોદીનો કોંગ્રેસ પર પલટવાર કર્યો અને કહ્યુ ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટેનું અમે બીડું ઉઠાવ્યું છે. અમારી કાર્યવાહી સામે એક ટોળું કાગારોડ કરી મુકે છે. ભારત સરકારની સંસ્થાઓને આ ટોળું બદનામ કરે છે. તમારા પર જે આરોપ લાગ્યો છે તેનો જવાબ આપો. વડાપ્રધાને કહ્યુ તમે દેશની પ્રજાનું જે લૂંટ્યું છે તે તમારે પરત આપવું પડશે.

રાજકોટ અને કાઠિયાવાડી ધરતીને નમન

આ સાથે વડાપ્રધાને કહ્યું કે, આ જલારામ બાપા, મા ખોડિયારની ભૂમિ છે. હું કાઠિયાવાડ અને રાજકોટની ધરતીને નમન કરૂ છુ.

‘ગુજરાતના વડીલોના આશીર્વાદ અમારા પર’

વધુમાં PM મોદીએ કહ્યું કે, પહેલા જે લોકોએ સહન કર્યું છે, ઘરમાં પાણી અને વીજળી મળે તેવા લોકો સપના જોતા હતા.આજે આ વિકાસ જોઈને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. ગુજરાતના વડીલોના આશીર્વાદ અમારા પર છે.

‘ફરી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો’

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, પહેલી વાર-તહેવારે લોહીની નદીઓ વહેતી હતી. લોકોએ ભયના વાતાવરણમાં જીવવુ પડતુ હતુ. પહેલા ગુજરાતીઓ બહાર જતા હતા આજે ગુજરાતમાં લોકો આવી રહ્યા છે. આ સાથે ફરી વડાપ્રધાને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો હજુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા નથી જતી.

‘આજે ગુજરાત શિક્ષણનું હબ બન્યુ છે’

વધુમાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, ગુજરાત અને વિકાસને અતુટ નાતો છે.ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. 20 વર્ષ પહેલા 26 એન્જનિયરિંગ કોલેજ હતી, અત્યારે 130 એન્જનિયરિંગ કોલેજ છે.તો 09 MCA કોલેજ હતી, આજે 65 કોલેજ છે. તો MBAની 30 કોલેજ હતી, આજે 100 કોલેજ છે. તો ફાર્મસીની પહેલા 13 કોલેજ હતી અને અત્યારે 75 છે. તો ITI 300 કોલેજ હતી અને અત્યારે 600 કોલેજ છે.

‘રાજકોટને વિશ્વ સાથે જોડવા આંતરાષ્ટ્રીય એરપોર્ટ’

વડાપ્રધાને કહ્યુ કે રાજકોટ ગુજરાતના વિકાસમાં ચમકતા તારા જેવુ છે. વિશેષ રુપે રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, 85 હજાર MEME, 150થી વધુ ઉદ્યોગો, ઓટોમોબાઇલ સ્પેરપાર્ટસ, ફર્નિચર ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. ઓટોહબ સહિતના ક્ષેત્રમાં ગુજરાત નવા શિખરો સર કરી રહ્યું છે. રાજકોટને વિશ્વ સાથે જોડવા આંતરાષ્ટ્રીય એરપોર્ટ બનાવાયુ. હવે લોકો રાજકોટથી ગમે ત્યારે સુરત જઈ શકે છે. પહેલા સુરત ભરૂચ જવા માટે 2 દિવસ રોકાવુ પડતુ હતુ.

‘મા નર્મદાના પાણીથી જમીન સોનુ આપે છે’

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે , ખેતરો સુધી પાણી આપીને ખેડૂતોને પાણીદાર બનાવ્યા. મા નર્મદાના પાણીથી જમીન સોનુ આપે છે.આજે કપાસ અને મગફળીના ઉંચા ભાવ મળી રહ્યા છે. મેં એવુ વાતાવરણ ઉભુ કર્યું છે, હવે તમારે તો ખાલી લણવાનુ છે. ગુજરાતીઓ તો ગણતરીબાજ હોય છે, એ મોકાને જવા દેતા નથી.

દિલ્હી બેઠા બેઠા મને દૂરનું દેખાય છે– PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દિલ્હીથી ગુજરાત માટે કેવા ખેલ ચાલે છે, તે મને ખબર પડે છે. દિલ્હી બેઠા બેઠા મને દૂરનું દેખાય છે.

 વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતને બદનામ પ્રયાસો થયા પરંતુ સોનામાં તપીને ગુજરાત નિખર્યું છે. આ સાથે તેણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નવી ચાલ ચાલી રહ્યું છે. હોબાળો કરવાનો કોન્ટ્રાક્ટ તેમણે બીજાને સોંપી દીધો છે. અને તેમણે ગામડામાં ખાટલા બેઠકો કરવાનુ શરૂ કર્યું છે. આથી ગુજરાતની જનતાને હું સાવચેત કરૂ છુ. વધુમાં તેણે કહ્યું કે, દરેક ચૂંટણીમાં મારા માટે અપશબ્દો વપરાય છે. આપણે ગુજરાતને આગળ લઈ જવુ છે. ગુજરાતના બાળકોને પઢાઈ, યુવાઓે કમાઈ અને વડીલોને દવાઈ. આ માટે આપણે કામ કરવુ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati