100 કરોડના ખર્ચે બનશે રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનું ભવ્ય મંદિર, લીંબડી નજીક થશે મંદિરનું નિર્માણ

100 કરોડના ખર્ચે રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનું લીંબડી નજીક ભવ્ય મંદિર બનશે. ખોડલધામ અને સોમનાથ મંદિરની ડિઝાઇન મુજબ આ મંદિર બનશે.

100 કરોડના ખર્ચે બનશે રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનું ભવ્ય મંદિર, લીંબડી નજીક થશે મંદિરનું નિર્માણ
Vajubhai Vala (File Pic)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 24, 2021 | 5:58 PM

રાજકોટ-અમદાવાદ હાઇ વે પર આવેલા લીંબડી નજીક સમસ્ત રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનું ભવ્ય મંદિર આકાર પામશે. 100 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ભવ્ય મંદિર રાજપૂત સમાજની (Rajput community) આસ્થાનું કેન્દ્ર બનશે. સાથે સાથે સામાજિક પ્રવૃતિઓને પણ વેગ મળે તેવું આયોજન થઇ રહ્યું છે.

ખોડલધામ અને સોમનાથ મંદિરની ડિઝાઇન મુજબનું આ મંદિર થાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના (Vajubhai Vala) અધ્યક્ષસ્થાને રાજપૂત સમાજના અગ્રણીઓની એક બેઠક પણ મળી હતી. જેમાં પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, માવજીભાઇ ડોડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

40 વિઘામાં બનશે મંદિર, કામગીરી શરૂ કરાઇ રાજપૂત સમાજના અગ્રણી માવજીભાઇ ડોડિયાના કહેવા પ્રમાણે સાયલા તાલુકાના લખતર ગામ નજીક 40 વિઘામાં આખું કેમ્પસ તૈયાર થવાનું છે. સમાજના અગ્રણીઓ દ્વારા આ અંગે તમામ ચર્ચાઓ કરવામાં આવી છે. નવી શરતની જગ્યાની ખરીદી કર્યા બાદ હાલમાં ત્યાં લેવલીંગનું કામ ચાલી રહ્યું છે અને ત્યારબાદ જરૂરિયાત મુજબ આગળ કામગીરી શરૂ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ અંગે આગામી દિવસોમાં રાજપૂત સમાજમાં આવતા તમામ 18 ફિરકાઓને સાથે રાખીને મંદિરનું નિર્માણ કરવામાં આવશે અને તમામ ફિરકાઓનું સંગઠન તૈયાર કરીને નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે, જે આગામી ત્રણ ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ બનાવાશે રાજપૂત સમાજ પહેલા ચોટીલા નજીક 5 વિઘા જમીનમાં મંદિર નિર્માણ કરવાનું આયોજન કર્યું હતુ. જો કે ત્યારબાદ સમાજના આગેવાનોએ આ ઘામમાં શૈક્ષણિક સંકુલ બનાવવાનું આયોજન કર્યું. હાલમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રાજપૂત સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે.

ગુજરાતભરના રાજપૂત સમાજના વિધાર્થીઓને ત્યાં રહેવા જમવાની અને અભ્યાસની વ્યવસ્થા ઉભી થાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરી શકે તે માટે શૈક્ષણિક સંકુલ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મંદિર કોઇ શક્તિપ્રદર્શન નહિ, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયીત્વ છે-વજુભાઇ વાળા

માવજીભાઇ ડોડિયાના કહેવા પ્રમાણે રાજપૂત સમાજના કુળદેવીનું ભવ્ય મંદિર બનવું તે વજુભાઇ વાળાની પરીકલ્પના હતી. છેલ્લા 10 વર્ષથી તેઓ આ અંગે ચિંતીત હતા જો કે વચ્ચે તેઓ રાજ્યપાલ બન્યા, પરંતું ત્યાં બેસીને પણ તેઓએ મંદિર નિર્માણની વ્યવસ્થાઓ કરી છે. 100 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદિર હવે વજુભાઇ વાળાની આગેવાનીમાં બનશે અને તેનો ફાળો પણ કરવામાં આવશે.

વજુભાઇ વાળાએ આ અંગે કહ્યું હતુ કે, આ મંદિર કોઇ શક્તિ પ્રદર્શન નથી કે તેને રાજકારણ સાથે કોઇ લેવા દેવા છે. પરંતુ આ મંદિર સમાજની એકતાનું પ્રતિક બનશે અને સમાજ પ્રત્યેનું ઉત્તરદાયીત્વ છે.

આ પણ વાંચો : NASA નું આ ટેલિસ્કોપ સૂર્યમંડળના ‘જુડવા ભાઈ’ પર રાખશે નજર, પૃથ્વીથી 63 પ્રકાશવર્ષ છે દૂર

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">