રાજકોટ કોર્પોરેશને સતર્કતા વધારી, વેકસીનેશન માટે લકી ડ્રોની જાહેરાત કરી

રાજકોટમાં વેક્સિનેશનને વેગ આપવા માટે એક પ્રોત્સાહક ઇનામની સ્કિમ જાહેર કરાઇ છે.જે મુજબ 4થી 10 ડિસેમ્બર સુધી બીજો ડોઝ લેનારનો લક્કી ડ્રો કરાશે.અને લક્કી ડ્રોમાં વિજેતા થનારને 50 હજાર સુધીનો મોબાઇલ ભેટ આપવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 10:07 AM

કોરોનાની(Corona)  સંભવિત ત્રીજી લહેર અને નવા ઓમિકોન(Omicron) વેરિઅન્ટને ધ્યાને રાખી રાજકોટ (Rajkot) મહાનગર પાલિકા સતર્ક બન્યું છે.શહેરમાં વેક્સિનેશનને(Vaccination)  વેગ આપવા માટે એક પ્રોત્સાહક ઇનામની સ્કિમ જાહેર કરાઇ છે.જે મુજબ 4થી 10 ડિસેમ્બર સુધી બીજો ડોઝ લેનારનો લક્કી ડ્રો કરાશે.અને લક્કી ડ્રોમાં વિજેતા થનારને 50 હજાર સુધીનો મોબાઇલ ભેટ(Mobile)  આપવામાં આવશે.

આ  ઉપરાંત રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા   જે  મેડિકલ સેન્ટર સારી કામગીરી કરશે તેને પણ 21 હજારનું ઇનામ અપાશે.સોસાયટીઓ, એનજીઓને સાથે રાખી RMC વેક્સિનેશન કેમ્પ યોજાશે.. જેના લીધે લોકો ઝડપથી કોરોના વેક્સિનનો બીજો ડોઝ  લગાવીને સુરક્ષિત બની શકે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વધતા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે.કોરોનાના દૈનિક કેસમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે 24 કલાકમાં કોરોનાના 45 નવા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 15 કેસ નોંધાયા.

જ્યારે વડોદરામાં 8, સુરતમાં 7, રાજકોટમાં 2 કેસ નોંધાયા. આ ઉપરાંત આણંદ અને ભાવનગરમાં 3-3 કેસ, નવસારી અને વલસાડમાં 2-2 કેસ, તેમજ પોરબંદર, ભાવનગર, જામનગર,ગાંધીનગર, મહેસાણા અને ખેડામાં 1-1 કેસ નોંધાયા છે.

​બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 45 દર્દીઓ સાજા થયા છે.અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે.જેના પગલે રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 318 એક્ટિવ કેસ છે જેમાંથી 8 દર્દી વેન્ટીલેટર પર છે.રાજ્યમાં એક જ દિવસમાં 3 લાખ 90 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

આ પણ  વાંચો : દુબઈથી અમદાવાદ આવેલા 30 લોકો કોરોના સંક્રમિત, સરકારની ચિંતા વધી

આ પણ  વાંચો :  પંચમહાલમાં ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહનો વિવાદિત નિવેદનનો કથિત વિડીયો વાયરલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">