“ઉત્તમ”કટીબદ્ધતા-ઓપરેશન બાદ યુરિનની કોથળી સાથે પરીક્ષા આપવા પહોંચ્યો દિવ્યાંગ વિદ્યાર્થી

ઉતમ મારુને ગીતાજીના 700 શ્લોક, બ્રહ્મસૂત્ર, યોગસુત્ર તથા ઉપનિષદો સંસ્કૃતમાં કંઠસ્થ છે. આ ઉપરાંત ઉતમ મારુ એ ગાયન-વાદનમાં વિષારદની પદવી પ્રાપ્ત કરી છે. આવી અનેક સિધ્ધીઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી ઉતમ મારુ એ લાખો વિદ્યાર્થીઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઉત્તમકટીબદ્ધતા-ઓપરેશન બાદ યુરિનની કોથળી સાથે પરીક્ષા આપવા પહોંચ્યો દિવ્યાંગ વિદ્યાર્થી
દિવ્યાંગ વિદ્યાર્થીની ધગશ

હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે.આ પરીક્ષાઓમાં જસાણી કોલેજમાં પરીક્ષા આપી રહેલા એક દિવ્યાંગ વિધાર્થીએ સૌ કોઇને પોતાના તરફ આકર્ષીત કર્યા છે અને બીજા વિધાર્થીઓને એક પ્રેરણા પૂરી પાડી છે.આ વિધાર્થીનું નામ છે ઉત્તમ મારૂ.આ વિધાર્થી જન્મથી પ્રગ્નાચક્ષુ છે અને તેના શરીરમાં પણ અન્ય ખોડખાપણ છે.

એટલું જ નહિ તાજેતરમાં તેનું એક ઓપરેશન પણ થયુ પરંતુ તેમ છતા યુરીનની કોથળી સાથે આ યુવાન પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચીને બીજા વિધાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.વિધાર્થીના જુસ્સાને વધારવા માટે યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણી જસાણી કોલેજ પહોંચ્યા હતા અને વિધાર્થીને શુભેચ્છા આપી હતી.

આર્ટસમાં સાયકોલોજી તથા સોસીયોલોજીમાં બેસ્ટ પર્સનાલીટીના ચેપ્ટર્સમાં ઉતમ મારુના પાઠ ભણાવાશે-ઉપકુલપતિ

ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીએ આ તકે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિધાર્થી ઉત્તમ મારૂને ૧૦ જેટલા ઓપરેશન થઇ ચૂક્યા છે અને તાજેતરમાં ફેફસામાં તકલીફ હોવાથી વધુ એક ઓપરેશન કરાવ્યું હતું,આવી પરિસ્થિતિમાં બી.એ. સેમેસ્ટર-5 ની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી ઉતમ મારુએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રત્ન છે.આવા વિધાર્થીઓ બીજા વિધાર્થીઓને પણ બળ પૂરુ પાડે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી ઉતમ મારુના જીવન અને સંધર્ષમાંથી લાખો વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે એવા શુભ હેતુથી ઉતમ મારુના જીવન વિશે વિદ્યાર્થીઓ જાણે અને પ્રેરણા લે એ માટે આર્ટસમાં સાયકોલોજી તથા સોસીયોલોજીમાં બેસ્ટ પર્સનાલીટીના ચેપ્ટર્સમાં ઉતમ મારુના પાઠ ભણાવવામાં આવશે.

ઉત્તમને ગીતાજીના 700 શ્લોક કંઠસ્થ છે

ઉતમ મારુને ગીતાજીના 700 શ્લોક, બ્રહ્મસૂત્ર, યોગસુત્ર તથા ઉપનિષદો સંસ્કૃતમાં કંઠસ્થ છે. આ ઉપરાંત ઉતમ મારુ એ ગાયન-વાદનમાં વિષારદની પદવી પ્રાપ્ત કરી છે. આવી અનેક સિધ્ધીઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી ઉતમ મારુ એ લાખો વિદ્યાર્થીઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો : Crime: ગર્લફ્રેન્ડનો નંબર નહીં આપતા પોલીસ અધિકારીએ યુવક સાથે જ કર્યું ગંદુ કામ ! વિડીયો વાયરલ કરવાની આપી ધમકી, ફરિયાદ દાખલ

આ પણ વાંચો :  અમદાવાદઃ કોરોનામાં મૃતકોના પરિવારને સહાય મેળવવામાં મુશ્કેલી, MCCD સર્ટિફિકેટ મેળવવા લોકો ખાઇ રહ્યાં છે ધક્કા

Click on your DTH Provider to Add TV9 Gujarati