ફરિયાદ સંકલનની બેઠક બાદ કોંગ્રેસે કુંવરજી બાવળિયાને પક્ષમાં જોડવા પાથરી લાલ જાજમ, જાણો બાવળિયાએ શું આપ્યા જવાબ

રાજકોટ જિલ્લા માટેની ફરિયાદ સંકલનની બેઠકમાં કોંગ્રેસના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા, પડઘરી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પિરજાદા જ્યારે ભાજપ તરફથી જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા ઉપસ્થિત રહ્યા હતા.

ફરિયાદ સંકલનની બેઠક બાદ કોંગ્રેસે કુંવરજી બાવળિયાને પક્ષમાં જોડવા પાથરી લાલ જાજમ, જાણો બાવળિયાએ શું આપ્યા જવાબ
Kunwarji Bawaliya
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 19, 2022 | 6:00 PM

રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અઘ્યક્ષતામાં આજે રાજકોટ જિલ્લા માટેની ફરિયાદ સંકલનની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) , પડઘરી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા (Lalit Kagathara) અને વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પિરજાદા (Mohammad Javed Pirzada)  ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભાજપ તરફથી જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા (Kunwarji Bawaliya) તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા (Lakha Sagathiya) ઉપસ્થિત રહ્યા હતા.

આ સંકલનની બેઠકમાં કુલ 32 જેટલા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જે પૈકી માત્ર એક કુંવરજી બાવળિયાએ 26 જેટલા પ્રશ્નો પુછતા સૌ કોઇ આશ્વર્યચકિત થયાં હતા.આ અંગે કોંગ્રેસે કહ્યું હતું કે કુંવરજી બાવળિયાના સંકલનની બેઠકમાં પ્રશ્નો જોઇને એવું લાગે છે કે અધિકારીઓ કામ કરતા નથી.કુંવરજીભાઇને કોંગ્રેસમાં આવવું હોય તો અમે લાલ જાજમ પાથરીશું.

વિપક્ષના ધારાસભ્ય હોય તે રીતે પ્રશ્નો પુછાયા-લલિત કગથરા

આ અંગે પડઘરી ટંકારાના કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે કુંવરજી બાવળિયા વિરોધ પક્ષના ધારાસભ્યો હોય તે રીતે પ્રશ્નો તેમને પુછ્યા છે.લલિત કગથરાએ કહ્યું હતું કે સરકારની ઇચ્છાશક્તિનો અભાવ અને સ્ટાફનો અભાવ છે.રોડ રસ્તાના કામ મંજુર થઇ ગયા હોવા છતા પણ કામો ન થાય,ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રશ્નોના સમાધાન ન થાય,સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને કનેકશન ન આપવામાં આવે આવા અનેક પ્રશ્નો હતા અને કુંવરજી બાવળિયાએ જે રીતે આ પ્રશ્નો ઉઠાવ્યા છે તે માટે હું કુંવરજી બાવળિયાને અભિનંદન આપુ છું.જો કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો અમે લાલ જાજમ પાથરી રહ્યા છીએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હું મારા વિસ્તારમાં ફરુ છું માટે મારા પ્રશ્નો વધારે છે-બાવળિયા

આ અંગે કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે હું મારા મત વિસ્તારમાં ફરતો હોવ છું.ગ્રામ્ય સ્તરે શું જરૂરિયાત છે તેની મને ખબર છે.મારા મત વિસ્તારમાં જે કામો થઇ રહ્યા છે તેમાં વિભાગો વચ્ચે કોઇ વિસંગતતા ન રહે તે માટે સંકલનમાં કે જ્યાં બધા અધિકારીઓ ઉપસ્થિત હોવાથી આ પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન થઇ જાય છે.હું મંત્રી હતો ત્યારે પણ સરકાર લેવલે અને જિલ્લા કલેક્ટર કક્ષાએ મારા પ્રશ્નોનું નિરાકરણ થતું હતું અને આજે પણ થાય છે.આ એક વહીવટી પ્રક્રિયા અને રૂટિન કામગીરી છે.

રાજકારણમાં હું સત્તા માટે નહિ સેવા માટે આવ્યો છું

કોંગ્રેસે કુંવરજી બાવળિયાને પક્ષમાં જોડાવા અંગે કરેલા નિવેદનના જવાબમાં બાવળિયાએ કહ્યું હતું કે હું રાજકારણમાં સેવા માટે આવ્યો છું.મારા માટે સત્તા નહિ મારા વિસ્તારના લોકોની સેવા મહત્વની છે.હું દલ અદલ બદલ કરું તેવો નેતા નથી.સિધ્ધાંતોથી વરેલો છું.જસદણ વિસ્તારમાં ભાજપ ટિકીટ આપશે કે કેમ તે અંગેના જવાબમાં બાવળિયાએ કહ્યું હતું કે પાર્ટી જે નિર્ણય કરશે તે મને મંજૂર છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શરૂઆત , આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી

આ પણ વંચોઃ ભારતની ઓલિમ્પિક આકાંક્ષાઓ માટે નોંધપાત્ર વિકાસ, IOC સભ્ય નીતા અંબાણીએ 2023માં મુંબઈ IOC સત્રના આયોજનના નિર્ણયને આવકાર્યો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">