Rajkot: પોસ્ટ ઓફિસના કર્મચારીએ ઝેરી દવા પીતાં મોત, આપઘાત કરતા પહેલા બનાવ્યો VIDEO, જાણો શું કહ્યુ

રાજકોટના (Rajkot) લોધિકાના નવી મેંગણી ગામના પોસ્ટ ઓફિસના કર્મચારીએ ઝેરી દવા પી લેતા મોત થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરસોત્તમ ભાલાળાનું મોત નિપજયું છે. પોસ્ટ ઓફિસના કર્મચારીએ દવા પીતા પહેલા વીડિયો બનાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 12:12 PM

રાજકોટમાં એક પોસ્ટ ઓફિસના કર્મચારીએ ઝેરી દવા પીને મોતને વ્હાલુ કર્યુ છે. આપઘાત કરતા પહેલા પોસ્ટ ઓફિસના કર્મચારીએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે આપઘાતનું કારણ જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે મારા મોત પાછળ પોસ્ટ ઓફિસના કોઇ વ્યક્તિ જવાબદાર નથી. તેમણે વીડિયોમાં કબુલાત કરી કે પોતાના યુઝર આઇડીની મદદથી તેમણે પોસ્ટ ઓફિસમાં રુપિયાની ઉચાપત કરી હતી. સાથે જ તેમણે એવી પણ કબુલાત કરી કે આ રુપિયા તેમણે પોતાના માટે નહીં પરંતુ સેવાના કામમાં જ વાપર્યા છે.

રાજકોટના લોધિકાના નવી મેંગણી ગામના પોસ્ટ ઓફિસના કર્મચારીએ ઝેરી દવા પી લેતા મોત થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરસોત્તમ ભાલાળાનું મોત નિપજયું છે. પોસ્ટ ઓફિસના કર્મચારીએ દવા પીતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં પોસ્ટ ઓફિસમાં યુઝર આઈડીથી પૈસાની ઉચાપત કરી હોવાનું કબૂલ્યું છે. કહ્યું, એક પણ પૈસો ઘરે નથી આપ્યો અને સેવામાં જ વાપર્યા છે. કર્મચારીએ પોતાના અંતિમ રૂદન ભર્યાં અવાજે કહ્યું કે, મેં રાત-દિવસ પોસ્ટ ખાતાની સેવા કરી છતાં મારું રાજીનામું રોકતા મેં આ પગલું ભર્યું છે. આજે હું ભોગ બની રહ્યો છું અને બધાને ગુડ બાય કહી રહ્યો છું.

પોસ્ટ ઓફિસમાં ઉચાપત કરી હોવાથી જ કર્મચારીએ ઝેરી દવા પીધી હોવાની આશંકા છે. ગોંડલ પટેલ કોલોનીમાં રહેતા પરસોત્ત ભાલાળા મોટી મેંગણી ગામે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા. જેમણે સોમવારે સવારે 8.30 વાગ્યે પોસ્ટઓફિસની ઓફિસમાં વીડિયો રેકોર્ડિંગ કરી પોતાનું નિવેદન નોંધ્યું હતું. ત્યારે સમગ્ર મામલે લોધીકા પોલીસે તપાસ શરૂ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">