Rajkot News : 11 વર્ષની કિશોરી સાથે સાવકા પિતાએ જ આચર્યું દુષ્કૃત્ય, પોલીસે નરાધમને જેલના સળિયા પાછળ ધકેલ્યો

રાજકોટમાં ગોંડલ રોડ નજીક કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી છે. જેમાં માત્ર 11 વર્ષની કિશોરી સામે તેના સાવકા પિતાએ જ દુષ્કૃત્ય આચર્યું છે,બાળકીની માતાની ફરિયાદ પરથી પોલીસે નરાધમ સાવકા પિતાની પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે. ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદ મુજબ તે જ્યારે કારખાનામાં કામ પર ગઈ હતી. તે સમયે સાવકા પિતાએ દુષ્કૃત્ય આચર્યું હતુ.

Rajkot News : 11 વર્ષની કિશોરી સાથે સાવકા પિતાએ જ આચર્યું દુષ્કૃત્ય, પોલીસે નરાધમને જેલના સળિયા પાછળ ધકેલ્યો
Rajkot
| Edited By: | Updated on: Oct 24, 2023 | 6:50 AM

Rajkot News : રાજકોટમાં ફરી એક વખત સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના હળાહળ કળયુગની ચાડી ખાય છે.ખૂબ જ નાની વયની માસૂમ દીકરીઓ પણ નરાધમોની હવસનો શિકાર બનવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે.પરંતુ હદ તો ત્યારે થાય છે આ માસૂમ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવનાર કોઈક પોતાનું જ કુટુંબીજન નીકળે છે.આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે.

આ પણ વાંચો : Rajkot : મોંઘી થઇ ગરીબોની ‘કસ્તૂરી’ ! ફરી એકવાર ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, જુઓ Video

રાજકોટમાં ગોંડલ રોડ નજીક કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી છે. જેમાં માત્ર 11 વર્ષની કિશોરી સામે તેના સાવકા પિતાએ જ દુષ્કૃત્ય આચર્યું છે,બાળકીની માતાની ફરિયાદ પરથી પોલીસે નરાધમ સાવકા પિતાની પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે.

માતા કામ પર ગઈ હતી ત્યારે પિતાએ આચર્યું દુષ્કર્મ

કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ઓરડીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની આ ઘટના છે.ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદ મુજબ તે જ્યારે કારખાનામાં કામ પર ગઈ હતી. તે જ સમયે તેની 11 વર્ષીય પુત્રી તેની પાસે જઈને રડવા લાગી હતી અને માતાએ તેણીને પૂછતા જણાવ્યું હતું કે તે પાડોશમાં આવેલા ચાચાને ઘરે રમવા ગઈ હતી ત્યારે તેને સાવકા પિતાએ રોકીને ઓરડીનો દરવાજો બંધ કરીને તેને નિર્વસ્ત્ર કરી નાખી હતી અને તેણી પાસે ન કરાવવાનું કૃત્ય કરાવ્યું હતું.

ત્યારબાદ આ નરાધમે કિશોરીને ધમકી આપી હતી કે આ વાત તારી માતાને કહીશ તો તને પણ માર મારીશ. હાલ આજીડેમ પોલીસે આ નરાધમ સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભોગ બનનાર બાળકીની માતાએ 2 વર્ષ પહેલાં કર્યા હતા બીજા લગ્ન

ભોગ બનનાર બાળકીની માતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલાં તેના પહેલા લગ્ન થયા હતા જેમાં તેણે સંતાનમાં 11 વર્ષની બાળકી છે.તેના પૂર્વ પતિને દારૂ પીવાની ટેવ હતી અને બંને વચ્ચે વારંવાર ઝગડાઓ થતાં હોવાથી 2 વર્ષ પહેલાં છૂટાછેડા લઈને આરોપી સાથે તેણે બીજા લગ્ન કર્યા હતા.

આરોપી પણ છેલ્લા કેટલાક સમયથી કંઈ કામ કરતો ન હતો તેથી ભોગ બનનાર બાળકીની માતાએ કારખાનામાં કામ પર જવું પડતું હતું અને પાછળથી તેના નરાધમ પતિએ તેની માસૂમ બાળકીને હવસનો ભોગ બનાવી હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો