ખોડલધામમાં વધુ એક વિવાદ, પરેશ ગજેરાના રાજીનામા બાદ મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ આપ્યા રાજીનામા

લોકસભાની ચૂંટણી પહેલાં ખોડલધામ સંસ્થાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ખોલડધામ સંસ્થામાંથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યા બાદ હવે વધુ એક ફટકો પડ્યો છે. ખોડલધામ સંસ્થામાં આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિનાં પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપ્યા છે. નવરાત્રી રાસોત્સવ દરમિયાન આ કકળાટ શરૂ થયો હતો. આતંરિક વિવાદથી કંટાળીને મહિલા સમિતિનાં પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપતા […]

ખોડલધામમાં વધુ એક વિવાદ, પરેશ ગજેરાના રાજીનામા બાદ મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ આપ્યા રાજીનામા
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:46 AM

લોકસભાની ચૂંટણી પહેલાં ખોડલધામ સંસ્થાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ખોલડધામ સંસ્થામાંથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યા બાદ હવે વધુ એક ફટકો પડ્યો છે. ખોડલધામ સંસ્થામાં આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિનાં પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપ્યા છે. નવરાત્રી રાસોત્સવ દરમિયાન આ કકળાટ શરૂ થયો હતો.

આતંરિક વિવાદથી કંટાળીને મહિલા સમિતિનાં પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપતા ખળભળાટ મચ્યો છે. મહિલાઓની નોંધ ના લેવાતી હોવાના આક્ષેપ સાથે રાજીનામા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ખોડલધામનાં કાર્યક્રમોમાં સંખ્યા એકત્ર કરવી અને મોટાભાગની જવાબદારી મહિલા સમિતિ પાસે હોય છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ખોડલધામ મહિલા સમિતિનાં પ્રમુખ, રાજકોટ જિલ્લા કન્વીનર, વૉર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે. મહિલા સમિતિનાં પ્રમુખ શર્મિલા બેન બાંભણીયા, કન્વીનર અનિતાબેન દુધાત્રા, જાગૃતિબેન ઘાડિયા, જ્યોત્સનાબેન ટીલાળાએ રાજીનામા આપી દેતા ખોડલધામ સંસ્થાને ફટકો પડ્યો છે. આ મહિલાઓનાં રાજીનામા બાદ અન્ય કન્વીનરોને રાતોરાત જવાબદારી સોંપવામાં આવી છે. તો એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે વધારે માનીતા છે.

આ પણ વાંચો : પુલવામા હુમલા પછી અજીત ડોભાલે પહેલી વખત પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ભારત તેને ભૂલ્યું નથી અને ભૂલશે નહીં

અત્રે નોંધનીય છેકે ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનં મળેલી સફળતા બાદ પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે ત્યારબાદ નરેશ પટેલ સાથેનાં વિવાદને લઇને પરેશ ગજેરાએ ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું હતુ. બીજી તરફ પરેશ ગજેરા લોકસભા ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">