રાજકોટમાં ધોધમાર મુશ્કેલી વરસી રહી છે વરસાદનાં રૂપમાં. આજે ધોધમાર વરસાદ વરસતા રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં ભરપૂર પાણી ભરાઈ ગયા. એમ પણ આ વિસ્તાર એવો એ છે કે જ્યાં થોડા જ વરસાદમાં અહીં જળબંબાકારની સ્થિતિ હોય છે. દર વર્ષે ચોમાસામાં અહીંના સ્થાનિકોની પરેશાની વધી જાય છે અને જો વરસાદ વધુ હોય તો મુસીબત અનેક દિવસો સુધી લોકોને હેરાન કરી મુકે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસા પહેલા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ચોમાસાના ચાર મહિનાઓ તેઓને ખુબ પરેશાન થવાનો વારો આવે છે. મહાનગર પાલિકા દ્વારા પાણી નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે મહાનગરપાલિકાનું પ્રી-મોન્સૂન પ્લાન પાણીમાં જ ગયું છે.