સુરત અગ્નિકાંડ બાદ રાજકોટ DEOએ 160થી વધુ ખાનગી શાળાઓમાં કરી તપાસ, વેકેશન પૂર્ણ થતા પહેલા ફાયર NOC લઈ લેવા સૂચના

સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા શહેર અને જિલ્લાની 160થી વધુ ખાનગી શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેઓએ શાળામાં ફાયર સેફ્ટીના સાધનો, ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે તપાસ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં 8 જેટલી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે મનપા કમિશનરને ભલામણ કરવામાં આવી છે. શાળામાં રહેલુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો […]

સુરત અગ્નિકાંડ બાદ રાજકોટ DEOએ 160થી વધુ ખાનગી શાળાઓમાં કરી તપાસ, વેકેશન પૂર્ણ થતા પહેલા ફાયર NOC લઈ લેવા સૂચના
TV9 Webdesk11

|

Jun 05, 2019 | 5:59 AM

સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા શહેર અને જિલ્લાની 160થી વધુ ખાનગી શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેઓએ શાળામાં ફાયર સેફ્ટીના સાધનો, ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે તપાસ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં 8 જેટલી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે મનપા કમિશનરને ભલામણ કરવામાં આવી છે.

શાળામાં રહેલુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા તમામ શાળાઓને વેકેશન પૂર્ણ થતા પહેલા ફાયર NOC લઈ લેવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચીનને હવે લાગશે ગુજરાતના મરચાં, ગુજરાતના તીખા લીલા મરચાં હવે ચીનની પ્રજા આરોગશે, જુઓ આ VIDEO અને જાણો વધુ વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati