RAJKOT : નામાંકિત પબ્લીક સ્કુલની મનમાની, પહેલા ફી ભરો પછી પરિણામ જાહેર કરીશું

RAJKOT : કોરોનાની મહામારીમાં સૌથી વધારે હાલાકી શિક્ષણક્ષેત્રમાં પડી રહી છે. શાળા-કોલેજ બંધ છે છતાં વાલીઓ પર ફીનું ભારણ જેમનું તેમ છે. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.

| Updated on: May 30, 2021 | 12:55 PM

RAJKOT : કોરોનાની મહામારીમાં સૌથી વધારે હાલાકી શિક્ષણક્ષેત્રમાં પડી રહી છે. શાળા-કોલેજ બંધ છે છતાં વાલીઓ પર ફીનું ભારણ જેમનું તેમ છે. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. રાજકોટ શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો બંધ જ હાલતમાં છે. ત્યારે શાળાએ ન ગયેલા વિદ્યાથીઓના વાલીઓને અમુક ખાનગી સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ થઇ રહ્યું છે. રાજકોટની આવી એક જ પ્રાઇવેટ શાળાની દાદાગીરી સામે આવી છે. શાળાએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં વાલીઓને ફી ભરવા બાબતે ધમકી મળી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. આ પરિપત્રમાં ઉલ્લેખ છે કે, પહેલા આખી ફી ભરો પછી જ પરિણામ જાહેર કરીશું. તેમજ 5 હજાર ભર્યા બાદ જ નવા વર્ષમાં પ્રવેશ આપીશું. આ પરિપત્ર બાબતે વાલીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

વાલીઓએ પરિપત્ર બાબતે નારાજગી વ્યક્ત કરી

કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી શાળામાં પ્રવેશ, પરિણામ અને પરીક્ષાને લઇ વાલીઓની સ્થિતિ કફોડી બની છે. કેટલીક શાળાઓમાં પરિણામ માટે ફી ભરવા દબાણ થઇ રહ્યું છે. તો કેટલીક શાળામાં નવા વર્ષમાં પ્રવેશ માટે રૂપિયાની માગણી થઇ રહી છે. આવું જ કંઇક થઇ રહ્યું છે રાજકોટની પ્રતિષ્ઠિત રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા….આ શાળા દ્વારા કેટલાક નિયમો સાથેનો પરિપત્ર વાલીઓને મોકલતા વિવાદ થયો છે. વાલીઓને આ પરિપત્ર મળતા તેમના પગ તળેથી જમીન સરકી ગઇ છે. અને, વિદ્યાર્થીઓના ભાવિને લઇને વાલીઓને ચિંતા સતાવી રહી છે.

ફી બાકી છે તેવા વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ બંધ
રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા વાલીઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં 10 જેટલા અલગ અલગ મુદ્દાઓની નોંધ આપવામાં આવી છે. આ 10 મુદ્દાઓ પૈકી કેટલાક મુદ્દાઓના કારણે વિવાદ સર્જાયો છે. અને વાલીઓએ પરિપત્રને ફતવારૂપ ગણાવ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે, શાળા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફી ભરશો તો જ પરિણામ આપવામાં આવશે અને ભૂતકાળમાં ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે.

સરકારના નિયમોનો ઐસી કી તૈસી કરતી શાળા

આ સાથે LKG, HKG, નર્સરી અને ધો-1ના વાલીઓને 1 જૂનના રોજ, જ્યારે ધોરણ 2થી 5ના વાલીઓને 2 જૂનના રોજ અને ધોરણ 6થી 9ના વાલીઓને 3 જૂનના રોજ સ્કૂલે બોલાવ્યા છે. જેમાં પાછલી ફી બાકી હોય તો તે અને નવા વર્ષમાં પ્રવેશ માટે 5000 રૂપિયા સાથે ભરવા માટે કહેવાયું છે. એટલું જ નહીં આ સાથે સરકારના નિયમોની ઐસીકી તૈસી થતી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને NCERTના પુસ્તકો જ લેવડાવવા સૂચન કર્યુ છે. પરંતુ આમ છતાં પણ રાજકોટ પબ્લિક સ્કૂલ દ્વારા ખાનગી પ્રકાશનના પુસ્તકો લેવા વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">